Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : sunita williams micro gravity plantation experiment

શુન્યાવકાશમાં કરે છે ખેતીના પ્રયોગો, સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં ફસાયા હોવા છતાં સક્રિય

Timeછેલ્લું અપડેટ : 04 Dec 2024
લાઇવ ટીવીGoogle News
શુન્યાવકાશમાં કરે છે ખેતીના પ્રયોગો, સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં ફસાયા હોવા છતાં સક્રિય

ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં વિવિધ પ્રકારના પ્રયોગો કરી રહ્યા છે. હવે તે માઇક્રો ગ્રેવિટીમાં અમુક એવી વસ્તુ ઉગાડી રહ્યા છે, જેને જાણીને લોકોને પણ નવાઈ લાગી રહી છે. ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરના કમાન્ડર સુનિતા હવે ત્યાં લેટસ (સલાડના પાન) ઉગાડી રહ્યા છે. આ તેમના વિવિધ પ્રયોગોમાંનો એક પ્રયોગ છે. 

App Store

આ પણ વાંચો : ભારતીય મૂળના આ બાળકનો IQ આલ્બર્ટ આઈન્સ્ટાઈન કરતા પણ વધું

સ્પેસ સ્ટેશનમાં કર્યા વિવિધ કામ

સુનિતા અને વિલ્મોર બુચ જૂન પહેલાં અઠવાડિયાથી અંતરિક્ષમાં ફસાયેલા છે. બંને એક અઠવાડિયા માટે સ્પેસ સ્ટેશનમાં ગયા હતાં, પરંતુ સ્પેસક્રાફ્ટમાં ટેક્નિકલ તકલીફના કારણે બંનેનું આ મિશન લાંબુ ચાલ્યું. હવે સ્પેસએક્સ ક્રૂ-9 ની મદદથી બંનેની વાપસી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં થશે. આ દરમિયાન બંને અંતિરક્ષયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં વિવિધ પ્રકારના કામ કરી રહ્યા છે, જેનો ફાયદો વિજ્ઞાનીઓને ભવિષ્યમાં થઈ શકે છે.

#SunitaWilliams Farming Lettuce In Space? NASA Experiment To Revolutionize Food Production? Watch#TNDIGITALVIDEOS pic.twitter.com/oPtDL7J8XC

ભવિષ્યમાં કામ આવશે આ પ્રયોગ

સ્પેસમાં લેટસ ઉગાડવા એ જાણવાનો હેતુ છે કે, માઇક્રોગ્રેવિટીમાં શાકભાજી કેવી ઉગે છે. સાથે જ અલગ-અલગ પાણીની માત્રામાં છોડનો વિકાસ કેવી રીતે પ્રભાવિત થાય છે. જે ભવિષ્યમાં અંતરિક્ષમાં કૃષિને લઈને કામ આવી શકે છે. નાસા અનુસાર, સુનિતા વિલિયમ્સે પોતાના દિવસની શરૂઆત એડવાન્સ્ડ પ્લાન્ટ હેબિટેટના ઑપરેશનને તૈયાર કરવાથી કરી હતી. તે પ્લાન્ટ હેબિટેટ-07 પહેલાં જોકી લેટ્યૂસ છોડનું કામ કરશે.

 આ પણ વાંચો : 43,000 કરોડની સંપત્તિ ત્યાગી, આ ટેલિકોમ દિગ્ગજનો પુત્ર બન્યો ભગવાન બુદ્ધનો સંન્યાસી

આ પ્રયોગ દ્વારા વિજ્ઞાનીઓ જાણવા માગે છે કે કેવી રીતે વિવિધ ભેજનું સ્તર માત્ર છોડના વિકાસને જ નહીં પરંતુ, લેટસના પોષણ સ્તરને પણ અસર કરે છે. જણાવી દઈએ કે, સુનિતા વિલિયમ્સ સ્પેસમાં અન્ય કામ કરી રહ્યા છે, જેમાં સ્પેસ સ્ટેશનના બાથરૂમની સફાઈ પણ સામેલ છે. તેઓએ થોડા દિવસો પહેલાં ટ્રેંક્યૂલિટી મૉડ્યૂલને જાળવવાનું કામ કર્યું હતું. તેમાં હાઇજિન કમ્પાર્ટમેન્ટ અને કચરો દૂર કર્યો હતો.