Video: બાંગ્લાદેશમાં કાપડ ઉદ્યોગના મજૂરો રસ્તા પર ઉતર્યાં

બાંગ્લાદેશમાં કાપડ ઉદ્યોગના મજૂરોએ પોતાનું લઘુત્તમ વેતન બમણા કરતાં પણ વધારવાની માંગ સાથે મોટું આંદોલન શરૂ કર્યું છે. હજારો મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મેઈન હાઇવે જામ કરી દીધો હતો, જ્યાં તેમની પોલીસ સાથે હિંસક અથડામણ થઈ હતી. ચીન પછી બાંગ્લાદેશ દુનિયામાં સૌથી વધુ કપડાં મોકલતો બીજો મોટો દેશ છે, જ્યાં વિશ્વની મોટી-મોટી બ્રાન્ડ્સના કપડાં બને છે. હાલ આ વિરોધ દેશના અલગ-અલગ ફેક્ટરી વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઢાકાની ઉત્તરે આવેલા ગાઝીપુરમાં સેંકડો મજૂરોએ ઢાકા-તંગેલ હાઇવે જામ કરીને વાહનોમાં તોડફોડ કરી હતી. મીરપુર વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સરકારે રવિવારે જ ગારમેન્ટ ઉદ્યોગમાં લઘુત્તમ વેતનની સમીક્ષા માટે એક વેતન બોર્ડ બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ મજૂર નેતાઓનું કહેવું છે કે, માત્ર બોર્ડની રચનાથી અમારી સમસ્યાઓ ઉકેલાશે નહીં. તેમણે સતત વધી રહેલી મોંઘવારી અને ઘરચલાવવાના ખર્ચનો હવાલો આપીને વિરોધ ચાલુ રાખ્યો છે.






