રશિયાએ યુક્રેન પર 72 વર્ષ જૂના Tu-95 બોમ્બરથી કર્યો હુમલો, જાણો તેની તાકાત
રશિયાના એંગલ્સ એરફિલ્ડથી કેટલાક Tu-95 સ્ટ્રેટેજિક બોમ્બર્સને યુક્રેનની આસપાસના વિસ્

રશિયાના એંગલ્સ એરફિલ્ડથી કેટલાક Tu-95 સ્ટ્રેટેજિક બોમ્બર્સને યુક્રેનની આસપાસના વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બોમ્બર્સ દ્વારા પણ યુક્રેન પર મિસાઇલો છોડવામાં આવી છે. આ વિશાળ રશિયન એરક્રાફ્ટ હકિકતમાં એક સ્ટ્રેટેજિક હેવી ન્યુક્લિયર બોમ્બર છે. આ બોમ્બર પ્લેને પહેલી ઉડાન 1952માં ભરી હતી. 72 વર્ષથી આ એરક્રાફ્ટ પહેલા સોવિયત યુનિયન અને હવે રશિયાની એરફોર્સની મદદ કરી રહ્યું છે.
અગાઉ આ એરક્રાફ્ટનો ઉપયોગ યુક્રેનિયન એરફોર્સ દ્વારા પણ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેની પાસે એકપણ બચ્યું નથી. આ એરક્રાફ્ટ 1952થી 1993 દરમિયાન બનાવવામાં આવ્યું હતું. 4 વેરિયન્ટમાં કુલ 500 એરક્રાફ્ટ બનાવવામાં આવ્યા હતા.
સોવિયેત યુનિયનનું પ્રથમ ઇન્ટરકોન્ટિનેન્ટલ બોમ્બર અર્થાત એક ખંડમાંથી બીજા ખંડમાં જતું વિમાન હતું. તેની રેન્જ જાણ્યા પછી જ એવું લાગે છે કે તેની કિંમત યોગ્ય છે. આ પ્લેન એક સમયે 15,000 કિલોમીટર ઉડી શકે છે. તેને ઉડાડવા માટે 6-7 લોકોની ક્રૂ મેમ્બરની જરૂર છે. જેમાં પાઈલટ, કો-પાઈલટ, ફ્લાઈટ એન્જિનિયર, કોમ્યુનિકેશન સિસ્ટમ ઓપરેટર, નેવિગેટર, ટેઈલ ગનર, એડિશનલ નેવિગેટરનો સમાવેશ થાય છે. સોવિયત યુનિયનના પ્રખ્યાત ડિઝાઇનર, આન્દ્રે ટુપોલેવ દ્વારા બનાવવામાં આવ્યું હતું.
આ વિમાન મહત્તમ 925 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. પરંતુ સામાન્ય રીતે 710 કિમી/કલાકની ઝડપે ઉડાડવામાં આવે છે. મહત્તમ 45 હજાર ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે. આ વિશ્વનું સૌથી ઘોંઘાટ કરતું વિમાન હોય તેના આવવાની અગાઉથી જ ખબર પડે છે. 151.7 ફૂટ લાંબા એરક્રાફ્ટની પાંખો 164.4 ફૂટની છે. ખાલી વિમાનનું વજન 90 હજાર કિલો છે. પરંતુ ટેકઓફ સમયે મહત્તમ વજન 1.88 લાખ કિલો થઈ જાય છે. તેમાં ચાર એન્જિન અને 8 બ્લેડવાળા કોન્ટ્રા-રોટેટિંગ પ્રોપેલર્સ છે.
આ એરક્રાફ્ટમાં 15 હજાર કિલોગ્રામ વજનના બોમ્બ અથવા મિસાઈલ અથવા બંનેને દુશ્મન પર હુમલો કરવા માટે તૈનાત કરી શકાય છે. જેમ કે- Kh-20, Kh-22, Kh-55/101/102 અથવા 8 Kh-101/102 ક્રૂઝ મિસાઇલો બંને ફીટ કરીને ઉપયોગ કરી શકાય છે.
આ ફાઈટર જેટ માત્ર 1 મિનિટમાં 2 હજાર ફૂટ ઊંચે જઈ શકે છે. બે 23 મીમી ગ્રિયાજેવ-શિપુનોવ જીએસએસ -23 ઓટોકેનોનથી સજ્જ છે. સૌથી ખાસ વાત એ છે કે તેની પાછળના ભાગે ઓટોકેનન લગાવવામાં આવી છે. એટલે કે પાછળથી તેના પર હુમલો કરવો મુશ્કેલ છે. ટેઈલ ગનર પાછળથી આવતા વિમાનોનો ખાત્મો બોલાવે છે.






