મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

પુતિને હસતા હસતા કહ્યું હા હું પ્રેમમાં છું... રશિયન પ્રમુખનો VIDEO VIRAL

Vladimir Putin: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ઇન્ટરનેશનલ મીડિયામાં પો

પુતિને હસતા હસતા કહ્યું હા હું પ્રેમમાં છું... રશિયન પ્રમુખનો VIDEO VIRAL

Vladimir Putin: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ઇન્ટરનેશનલ મીડિયામાં પોતાના રફ-ટફ અવતારના કારણે છવાયેલા રહે છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન પુતિનનો એક એવો અંદાજ જોવા મળ્યો, જે કદાચ જ કોઈએ જોયો હશે. પુતિને દુનિયાની સામે જાહેર કરી દીધું કે, તેઓ પ્રેમમાં છે. એક રિપોર્ટર દ્વારા તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેને સાંભળીને શરૂઆતમાં તેઓ શરમાઇ ગયા પરંતુ, બાદમાં તેમણે સ્મિત સાથે જવાબ આપી પોતાના પ્રેમની જાહેરાત કરી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. 

પુતિને શું કહ્યું? 

રશિયા લાંબા સમયથી એક યુદ્ધમાંથી પસાર થઈ રહ્યું છે, એવામાં પુતિનનું ગંભીર હોવું જરૂરી છે. જોકે, હાલમાં તેમની એક અલગ જ બાજુ જોવા મળી છે, જ્યારે રિપોર્ટરે એક ગંભીર સવાલની વચ્ચે પુતિનને પૂછ્યું કે, 'તમે કહ્યું કે, પહેલી નજરનો પ્રેમ સાચી વાત છે, શું તમે ક્યારેય પ્રેમમાં પડ્યા છો?' આ સવાલ સાંભળીને પુતિન પહેલાં તો શરમાઇ ગયા અને બાદમાં સ્મિત સાથે જવાબ આપતા કહ્યું કે, 'હા હું પ્રેમમાં છું.' પુતિને એ સ્પષ્ટ કરી દીધું કે, તેમની જિંદગીમાં કોઈને કોઈ તો છે. જોકે, પુતિને આનાથી આગળ કંઈ ન કહ્યું અને ન તો કોઈના નામ પર કોઈ ખુલાસો કર્યો, જેના પ્રેમમાં તે પડી ચુક્યા છે.

પર્સનલ લાઇફ રાખે છે અંગત

જણાવી દઇએ કે, પુતિન હંમેશા પોતાની પર્સનલ લાઇફને અંગત રાખે છે. થોડા સમય પહેલાં તેમનું નામ ઓલિમ્પિક જિમનાસ્ટ એલિના કાબાયેવા સાથે જોડાયું હતું. જોકે, હજુ સુધી આ વિશે કોઈ પુષ્ટિ થઈ નથી. પુતિન અને તેમની પત્ની લ્યૂડમિલા 2013માં અલગ થઈ ચુક્યા છે. બંનેએ આ સંબંધ 30 વર્ષના લગ્નજીવન બાદ ખતમ કરી દીધો હતો. પુતિન અને લ્યૂહમિલાને બે દીકરીઓ છે. છૂટાછેડા બાદ પણ પુતિને લ્યૂડમિલા સાથે સારા સંબંધ જાળવી રાખ્યા છે, બંને મળીને દીકરીઓની સંભાળ રાખી રહ્યા છે. 

કોણ છે મનાસ્ટ એલિના કાબાયેવા? 

આ છૂટાછેડા બાદ જિમનાસ્ટ એલિના કાબાયેવા સાથે પુતિનનું નામ જોડાયું હતું, જે 30 વર્ષની છે અને ગોલ્ડ મેડલિસ્ટ છે. તેણે 14 વર્લ્ડ અને 25 યુરોપિયન ચેમ્પિયનશિપ મેડલ હાંસલ કર્યું છે અને 2007માં સન્યાસ લઈ ચુકી છે. 

આ સમાચાર શેર કરો