મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

USA: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ તરીકે મહિલાની કરી નિમણૂંક, રચ્યો ઈતિહાસ

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ તરીકે સુસી

USA: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ તરીકે મહિલાની કરી નિમણૂંક, રચ્યો ઈતિહાસ

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ તરીકે સુસી વિલ્સની નિમણૂક કરી છે. અમેરિકાના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર  માહિતી આપી હતી, તેમણે લખ્યું કે સુઝી વિલ્સ વ્હાઇટ હાઉસની ચીફ ઓફ સ્ટાફ બનનાર પ્રથમ મહિલા હશે.

આ પણ વાંચો: ટ્રમ્પની જીત સાથે જ USએ છોડી વિશ્વની સૌથી શક્તિશાળી પરમાણુ મિસાઈલ, શું ચીન-રશિયાને આપ્યો કોઈ મેસેજ?

 ચીફ ઓફ સ્ટાફના પદ પર મહિલાની નિમણૂંક કરીને ટ્રમ્પનો મોટો સંદેશ

વ્હાઇટ હાઉસમાં આ પદ પર પહેલીવાર મહિલાની નિમણૂંક કરીને ટ્રમ્પ મહિલા મતદારોમાં મોટો સંદેશ આપવા માંગે છે. કારણ કે, સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર મહિલાઓને લગતા વિવિધ આરોપો લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઘણી મહિલા સેલિબ્રિટીઓએ ટ્રમ્પની વિરુદ્ધ અને કમલા હેરિસની તરફેણમાં પ્રચાર કર્યો હતો. આમ છતાં ચૂંટણીમાં 53 ટકા મહિલાઓએ કમલા હેરિસને વોટ આપ્યા જ્યારે ટ્રમ્પને 45 ટકા મહિલાઓના વોટ મળ્યા.

સુસી વિલ્સે મને અમેરિકન ઈતિહાસમાં સૌથી મોટી રાજકીય જીત હાંસલ કરવામાં મદદ કરી

USAના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સંબોધનમાં કહ્યું કે" સુસી વિલ્સે મને અમેરિકન ઈતિહાસમાં સૌથી મોટી રાજકીય જીત હાંસલ કરવામાં મદદ કરી. તેઓ મારી 2016 અને 2020ની સફળ ઝુંબેશનું અભિન્ન હિસ્સો રહી હતી. સુસી ખડતલ, સ્માર્ટ, અને સંપૂર્ણ રીતે પ્રશંસનીય છે.". સુસી અમેરિકાને ફરીથી મહાન બનાવવા માટે અથાક મહેનત કરવાનું ચાલુ રાખશે. યુનાઇટેડ સ્ટેટ્સના ઇતિહાસમાં પ્રથમ વખત ચીફ ઓફ સ્ટાફ તરીકે મહિલાની નિમણૂંક કરવામાં આવી છે. મને વિશ્વાસ છે કે તેઓ આપણા દેશને વિશ્વભરમાં ગૌરવ અપાવશે.

ચીફ ઓફ સ્ટાફનું કામ શું છે?

ચીફ ઓફ સ્ટાફ યુએસ સરકારમાં કેબિનેટ પદ છે. તેમની નિમણૂંક અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. આ માટે સેનેટની મંજૂરીની જરૂર નથી. આ પોસ્ટ પર નિયુક્ત વ્યક્તિ માત્ર રાષ્ટ્રપતિને જ રિપોર્ટ કરે છે. ચીફ ઓફ સ્ટાફનું કામ રાષ્ટ્રપતિના કાર્યસૂચિને અમલમાં મૂકવાનું તેમજ સ્પર્ધાત્મક રાજકીય અને નીતિગત પ્રાથમિકતાઓને નિયંત્રિત કરવાનું છે. તેઓ એ મેનેજ કરે છે કે કોણ રાષ્ટ્રપતિ સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત ચીફ ઓફ સ્ટાફ એ પણ નક્કી કરે છે કે રાષ્ટ્રપતિને મળનારા લોકોને ક્યારે અને કેવી રીતે બોલાવવા.

આ નામો વિદેશ મંત્રી અને રક્ષા મંત્રી પદની રેસમાં સામેલ 

ટ્રમ્પના આ પગલા બાદ એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે તેઓ આગામી સપ્તાહોમાં તેમના કેબિનેટ અને અન્ય ઉચ્ચ-સ્તરના વહીવટી અધિકારીઓની પસંદગીની પ્રક્રિયા શરૂ કરશે. વિદેશ પ્રધાનની રેસમાં ટ્રમ્પના ભૂતપૂર્વ કાર્યકારી રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક રિચર્ડ ગ્રેનેલ, ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ'બ્રાયન, જેઓ તેમના આક્રમક વિચારો માટે જાણીતા છે.

 રિપબ્લિકન પાર્ટી  સાથે તેમના મજબૂત સંબંધો રાખનાર સેનેટર અને ભૂતપૂર્વ એમ્બેસેડર બિલ હેગર્ટી  મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે. સંરક્ષણ પ્રધાનના હોદ્દા માટેના અગ્રણી ઉમેદવારોમાં કોંગ્રેસના સભ્ય માઈક વોલ્ટ્ઝ, જેઓ ચીનના પ્રમુખ અને પ્રભાવશાળી ટીકાકાર છે અને ભૂતપૂર્વ વિદેશ સચિવ માઈક પોમ્પિયોનો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો