મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

જર્મનીમાં નેક્ડ ફૂટબોલ મેચની તસવીરો વાયરલ! કપડા પહેર્યા વગર મેચ રમવા ઉતર્યા ખેલાડી

વિશ્વભરના લોકોએ પોતાના મનોરંજન માટે કેટલીક રમતોની શોધ કરી છે. આજે દેશથી લઇને વિદેશો સુધી અનેક રમત રમાય છે

જર્મનીમાં નેક્ડ ફૂટબોલ મેચની તસવીરો વાયરલ! કપડા પહેર્યા વગર મેચ રમવા ઉતર્યા ખેલાડી

વિશ્વભરના લોકોએ પોતાના મનોરંજન માટે કેટલીક રમતોની શોધ કરી છે. આજે દેશથી લઇને વિદેશો સુધી અનેક રમત રમાય છે. કબડ્ડી, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટની લોકો મજા માણે છે. પણ જો એવું બને કે તમારે રમવા માટે કપડા ઉતારવા પડે તો? આવી જ ઘટના જર્મનીમાં એક ફૂટબોલ મેચમાં બની છે જેમાં ખેલાડીઓ નગ્ન રહીને મેચ રમ્યા હતા. શું છે ઘટના અને ખેલાડીઓએ કેમ ફૂટબોલ મેચમાં કપડા ઉતારવા પડ્યા તેના વિશે જાણીયે.

જર્મનીમાં સ્પોર્ટ્સના વેપારીકણ સામે વિરોધ કરવા માટે બે ટીમ વચ્ચે ફૂટબોલ મેચ રમાઇ હતી. આ મેચમાં એક ટીમ કપડા પહેર્યા વગર એટલે કે નગ્ન થઇને મેદાનમાં ઉતરી હતી. ફૂટબોલ મેચની તસવીરો વાયરલ થઇ છે જેમાં ખેલાડીઓએ મોજાં અને બૂટ સિવાય કંઇ પહેર્યું નહોતું. ખેલાડીઓની પીઠ અને છાતી પર તેમના જર્સી નંબર દોરેલા જોવા મળ્યા હતા. જર્મનીના હર્ને શહેરમાં આ ફૂટબોલ મેચ રમાઇ હતી.

આ સમાચાર શેર કરો