મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધમાં કંઈક ભયંકર થવાના સંકેત! ટ્રમ્પ 3 બીજા યુદ્ધજહાજ અને 2,500 મરીન કોર્પ્સ મોકલશે

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના ઓઈલ એક્સપોર્ટ હબ ખર્ગ આઈલેન્ડ ઉપર પ્રચંડ હુમલો કર્યો હોવાનો દાવો કરે છે. આથી સંકેત મળે છે કે મધ્યપૂર્વમા ચાલતા યુદ્ધમાં કશુંક ભયંકર બનવાનું છે.
એક વાત નિશ્ચિત છે કે કોઈ પણ દેશ ઉપર ઈન્ફન્ટ્રીઝ જ કબ્જો જમાવી શકે તેના વેન્ગાર્ડ તરીકે અમેરિકાએ તેના ટોચના સૈનિકો મરીન્સની ટુકડીઓ રવાના કરી છે. આ ૨૫૦૦ જેટલા મરીન્સ વાસ્તવમાં પાછળ આવનારી સેનાના વેન્ગાર્ડઝ (અગ્રીમ યોદ્ધાઓ) બની રહેવા સંભવ છે.
ટ્રમ્પે 3 વિશાળ યુદ્ધ જહાજો મોકલી દીધા
ટ્રમ્પે ભૂમિદળના હુમલાની તૈયારી રૂપે ત્રણ ત્રણ વિશાળ યુદ્ધ જહાજો અને તેના રક્ષક જહાજો રવાના કરી દીધાં છે. આ જોતાં ટ્રમ્પ કોઈ મહત્વનો પ્લાન ઘડી રહ્યા લાગે છે.
ટ્રમ્પ રઘવાયા થયા છે!
આ પૂર્વે તેઓએ ઈરાનને શરણાગત થવા કહ્યું પરંતુ પ્રાચીન યુગમાં એજીયન-સી ધી સિંધુ સુધીનાં સામ્રાજયની યાદો ઘૂંટતું ઈરાન શરણે થવા તૈયાર નથી. અમેરિકા કદાચ જમીની કાર્યવાહી પણ હાથ ધરે તે સંભાવનાના ભણકારા વાગે છે.
અમેરિકાના મરીન્સ સૌથી ખતરનાક યુનિટ્સ છે. તેઓ સમુદ્રમાંથી ભૂમિ ઉપર કે ભૂમિ ઉપરથી સમુદ્રમાં પ્રચંડ પ્રહારો કરવાની ક્ષમતા ધરાવે છે. ટ્રમ્પ અગાઉ પણ ત્રણ જહાજ મોકલી ચૂક્યા છે અને હવે તે બીજા યુદ્ધજહાજ મોકલી રહ્યા છે તે બતાવે છે કે તેઓ હવે કેવા રઘવાયા થયા છે.

