Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Not America but Muslim country tops list of countries expelling the most Indians

સૌથી વધુ ભારતીયોને હાંકી કાઢનારમાં મોખરે અમેરિકા નહીં પરંતુ મુસ્લિમ દેશ! જાણો કેટલા લોકોનો થયો દેશનિકાલ

Timeછેલ્લું અપડેટ : 27 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સૌથી વધુ ભારતીયોને હાંકી કાઢનારમાં મોખરે અમેરિકા નહીં પરંતુ મુસ્લિમ દેશ! જાણો કેટલા લોકોનો થયો દેશનિકાલ
સોર્સ : GSTV

તમને પણ એક પ્રશ્ન થતો હશે કે દુનિયામાં કયા દેશે પોતાનાના દેશમાંથી ભારતીયોને બહારવટો આપ્યો એટલે કે હાંકી કાઢ્યા, તમને હશે કે અમેરિકા પણ તમે ખોટા છો! ભારતીયોને ડિપોર્ટ કરવામાં સૌથી વધુ અમેરિકા નહીં પણ મુસ્લિમ દેશ સાઉદી અરબ પ્રથમ નંબરે છે. રાજ્યસભામાં વિદેશ મંત્રાલય દ્વારા સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ વર્ષ 2025માં 81 દેશોમાંથી 24,600થી વધુ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા. જેમાં સૌથી વધુ અમેરિકામાંથી નહીં પણ સાઉદી અરબમાંથી છે. સાઉદીએ એક વર્ષમાં 11,000થી વધુ ભારતીયોનો દેશ નિકાલ કર્યો!

App Store

ટ્રમ્પ પ્રશાસનના વલણની અસર

સાઉદી અરબની સાથે સરખામણીમાં અમેરિકાએ વર્ષ 2025માં 3800 ભારતીયોને ડિપોર્ટ કર્યા તેમાંથી મોટા ભાગના ખાનગી કંપનીમાં કામ કરતાં કર્મચારી હતા, રિપોર્ટ મુજબ આ સંખ્યા પાછલા પાંચ વર્ષમાં દેશમાંથી ડિપોર્ટ કરવામાં આવેલા લોકોની તુલનામાં સૌથી વધુ છે. એક્સપર્ટનું અનુમાન છે કે ટ્રમ્પ પ્રશાસન દ્વારા લગાવેલા કડક નિયમો, દસ્તાવજો, વિઝા સ્ટેટ્સ, કાર્ય પરવાનગી, ઓવરસ્ટેમાં વધેલી તપાસના કારણે છે

વર્ષ 2025માં કયા દેશોમાંથી કેટલા ભારતીય ડિપોર્ટ કરાયા?

સાઉદી અરબ- 11,000

અમેરિકા- 3,800

મ્યાનમાર- 1,591

UAE-1,469

મલેશિયા- 1,485

બહેરીન- 764

થાઈલેન્ડ-481

કમ્બોડિયા-305

ભારતીય વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવામાં કયો દેશ અવ્વલ?

જો અમેરિકાની વાત કરીએ તો વિઝા માન્યતા પૂર્ણ થઈ ગઈ હોવાના કારણે સૌથી વધુ વોશિંગ્ટન ડીસીમાંથી (3414) અને હ્યુસ્ટન (234)થી ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા, તો બીજી તરફ ભારતીય વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવામાં યુકે એટલે કે બ્રિટન પહેલા નંબરે છે. જ્યાં વર્ષ 2025માં 170 વિદ્યાર્થીઓને ઘર મોકલી દેવામાં આવ્યા, તે બાદ ઓસ્ટ્રેલિયામાંથી (114), રશિયા (82) અને US (45)નો નંબર આવે છે.

ડિપોર્ટેશનની નોબત કેમ આવે છે?

તેલંગાણા સરકારના NRI સલાહકાર સમિતિના ઉપ પ્રમુખ મુજબ ખાડી દેશોમાં એક પેટર્ન મુજબ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવે છે. જેમાં ભારતમાંથી મોટી સંખ્યામાં ત્યાં મજૂર કામ કરવા માટે જાય છે ત્યાં ઘણા લોકો નોકર તરીકે પણ કામ કરે છે. તેથી ઓછા કુશળ મજૂર જે એજન્ટો દ્વારા લાવવામાં આવે છે. તે ઘણી વખત વધારે પૈસા કમાવવાની લાલચમાં નાના મોટા ગુનાઓ આચરે છે. ઘણી વખત એજન્ટોની છેતરપિંડીનો શિકાર પણ લોકો બને છે. જે બાદ પોલીસ તેમને પકડીને ડિપોર્ટ કરે છે. તો બીજી તરફ મ્યાનમાર અને કમ્બોડિયામાં ડિપોર્ટની રીત ઘણી અલગ છે ત્યાં સાઈબર ગુલામી સાથે મોટા ભાગના કિસ્સાઓ જોડાયેલા છે. ભારતીયોને મોટા પગારવાળી નોકરીઓની લાલચ આપવામાં આવે છે જે બાદ તેમણે ફસાવવામાં આવે છે. અને ગેરકાયદેસર કામો કરવા માટે દબાણ કરવામાં આવે છે. બાદમાં તેમની ધરપકડ કરીને ડિપોર્ટ કરી દેવાય છે.