Malaysia: બસ દુર્ઘટનામાં 15ના મોત, મોટાભાગના વિદ્યાર્થી
સોમવારે ઉત્તર મલેશિયામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લઈને જતી એક બસની મિનિવેન સાથે જોરદાર ટક્

સોમવારે ઉત્તર મલેશિયામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લઈને જતી એક બસની મિનિવેન સાથે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હતા. પોલીસ અને રેસ્ક્યૂ ટીમે આ માહિતી આપી હતી.
ઘટનાસ્થળે 13 લોકોના મોત થયા, જે થાઈ બોર્ડર નજીક વ્યસ્ત ઇસ્ટ-વેસ્ટ હાઈવે પર આવેલું છે, જ્યારે બેનું હોસ્પિટલમાં મોત થયું. આ અકસ્માત મલેશિયાની જોખમી સડકો પર છેલ્લા દાયકામાં સૌથી ઘાતકી ગણાય છે. અનેક લોકોને બસ કાપી બહાર કાઢવામાં આવ્યા "બસે નિયંત્રણ ગુમાવ્યું હોય તેવું લાગે છે અને તેણે પાછળથી (મિનિવેન)ને ટક્કર મારી હતી. ફાયર અને રેસ્ક્યૂ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવેલી ઘટનાસ્થળની તસવીરોમાં એક લીલી બસ દક્ષિણ બાજુએ પલટી ગઈ હતી, જેનું પાછળનું ભાગ ભાંગી ગયો હતો, જ્યારે લાલ મિનિવેન ખાડામાં ફસાઈ ગઈ હતી. અકસ્માતમાં કેટલાક પીડિતો પોતાની જાતે બહાર આવ્યા હતા. તો કેટલાક જોરદાર ટક્કરમાં બહાર ફેંકાઈ ગયા, જ્યારે અન્ય કેટલાક બસમાં જ ફસાઈ ગયા હતા. રેસ્ક્યૂ કર્મચારીઓએ હાઇડ્રોલિક કટરનો ઉપયોગ કરીને ફસાયેલા લોકોને લોકોને બસમાંથી બહાર કાઢ્યા હતા. મૃતકોમાં 14 વિદ્યાર્થી સુલતાન ઇદ્રિસ એજ્યુકેશન યુનિવર્સિટીના હતા, જ્યારે એક બસનો સહાયક હતો, તેવું ઈમરજન્સી સેવાઓએ જણાવ્યું. કુલ 33 લોકો આ અકસ્માતમાં ઘાયલ થાય હતા. જેમાંથી 7ની ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. મોટાભાગના પીડિતોની ઉંમર 21થી 23 વર્ષની વચ્ચે હતી. તેઓ ઉત્તરપૂર્વી મલેશિયાના જેર્ટેહ શહેરથી પ્રવાસે આવ્યા હતા.



