મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

નેપાળ બસ દુર્ઘટનામાં 50થી વધુ મુસાફરો ગાયબ, 7 ભારતીયોના મોત

નેપાળમાં એક મોટી દુર્ઘટના બની છે. પાડોશી દેશમાં ભૂસ્ખલન બાદ બે બસો નદીમાં વહી ગઈ છે.

નેપાળ બસ દુર્ઘટનામાં 50થી વધુ મુસાફરો ગાયબ, 7 ભારતીયોના મોત

નેપાળમાં એક મોટી દુર્ઘટના બની છે. પાડોશી દેશમાં ભૂસ્ખલન બાદ બે બસો નદીમાં વહી ગઈ છે. આ અકસ્માતમાં સાત ભારતીયોના મોત થયા છે. જ્યારે, બસમાં મુસાફરો (લગભગ 62) ગુમ છે. દુર્ઘટનાની તીવ્રતાને ધ્યાનમાં લેતા મૃતકોની સંખ્યા વધી શકે છે. આ અકસ્માત બાદ અત્યાર સુધી માત્ર 3 લોકો જ જીવિત બચ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં લગભગ એક ડઝન ભારતીય નાગરિકો મુસાફરી કરી રહ્યા હતા.

7 ભારતીયોના મોત

મળતી માહિતી મુજબ, બીરગંજથી કાઠમંડુ જઈ રહેલી એક બસ ત્રિશુલી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં સાત ભારતીયોના મોત થયા હતા. રોડ વિભાગે નારાયણઘાટ કાઠમંડુ રોડ સેક્શનને 15 દિવસ માટે બંધ કરી દીધી હતી. પરંતુ આ પછી પણ ટ્રાફિક સેવા પૂર્વવત થઇ છે. વાસ્તવમાં નેપાળમાં અતિશય વરસાદને કારણે અલગ-અલગ જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યું છે, જેના કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે.

આ સમાચાર શેર કરો