મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકા: ગુજરાતી ક્લાર્કનું કારસ્તાન, ઈનામ જીતેલા વ્યક્તિની 10 લાખ ડૉલરની લોટરીની ટિકિટ ચોરી

અમેરિકામાં ટેનેસીમાં ગેસ સ્ટેશનના ગુજરાતી ક્લાર્ક મીત પટેલની 10 લાખ ડોલરની લોટરીની ચોરીના આર

અમેરિકા: ગુજરાતી ક્લાર્કનું કારસ્તાન, ઈનામ જીતેલા વ્યક્તિની 10 લાખ ડૉલરની લોટરીની ટિકિટ ચોરી

અમેરિકામાં ટેનેસીમાં ગેસ સ્ટેશનના ગુજરાતી ક્લાર્ક મીત પટેલની 10 લાખ ડોલરની લોટરીની ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેણે લોટરીનું બીજાનું ઈનામ પોતે લેવાનો પ્રયાસ કર્યો હતો. તેણે લોટરી વિજેતાને લોટરી લાગી નથી તેવું ખોટું કહીને લોટરીની ટિકિટ ચોરતા કેમેરા કેદ થયો હતો. 

મીત પટેલે વિજેતાને ખોટું જણાવ્યું હતું કે તેને કોઈ ઈનામ લાગ્યું નથી

લોટરી વિજેતાએ મુરફીસબોરોમાં શેલના સ્ટેશન પર 23 વર્ષીય મીત પટેલ પાસેથી 20 ડોલરની ડાયમંડ અને ગોલ્ડ સ્ક્રેચ એમ બે લોટરીની ટિકિટ ખરીદી હતી. તેણે મીત પટેલને ટિકિટ ચેક કરવા આપી હતી. મીત પટેલ તેની એક ટિકિટ પરત કરી હતી અને તેમાં 40 ડોલરનું ઈનામ લાગ્યું હતું.

મીત પટેલે વિજેતાને ખોટું જણાવ્યું હતું કે તેને કોઈ ઈનામ લાગ્યું નથી

બીજી ટિકિટ પોતાની પાસે હતી જેમા તેને 10 લાખ ડોલરનું ઈનામ લાગી ચૂક્યું હતું. મીત પટેલે વિજેતાને ખોટું જણાવ્યું હતું કે તેને કોઈ ઈનામ લાગ્યું નથી.

આ સમાચાર શેર કરો