બાંગ્લાદેશમાં જેશોરેશ્વરી શક્તિપીઠથી માં કાલીના ચાંદીના મુગટની ચોરી, પીએમ મોદીએ ધરી હતી ભેટ
બાંગ્લાદેશના સતખીરાના શ્યામનગરમાં આવેલા જેશોરેશ્વરી મંદિરમાંથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ

બાંગ્લાદેશના સતખીરાના શ્યામનગરમાં આવેલા જેશોરેશ્વરી મંદિરમાંથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભેટ આપવામાં આવેલું કાળી માતાનું મુગટ ચોરાઈ ગયો છે. મંદિરના પૂજારી દિલીપ મુખર્જીના જણાવ્યા અનુસાર, હું દિવસે પૂજા પૂર્ણ કર્યા બાદ લગભગ 2:00 વાગ્યે મંદિરમાંથી બહાર નીકળ્યો હતો. તેના થોડાક સમય બાદ મંદિરના સફાઈ કર્મચારીઓ પરિસરની સફાઈ કરવા અંદર આવ્યા હતા. જ્યાં તેમણે જોયું કે મુગટ જ ગાયબ હતો. પીએમ મોદીએ બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન 27 માર્ચ, 2021ના રોજ જેશોરેશ્વરી મંદિરે દર્શન કર્યા હતા અને મા કાલીને ચાંદીનો મુગુટ ભેટ ધર્યો હતો.
આ મંદિર હિંદુ ધર્મના 52 શક્તિપીઠોમાંથી એક
હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, આ મંદિર હિંદુ ધર્મના 52 શક્તિપીઠોમાંથી એક છે. તે દિવસે મોદીએ પ્રતીકાત્મક ઈશારા તરીકે કાળી માતાના સિરે મુગટ રાખ્યું હતું. શ્યામનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર તૈજુલ ઈસ્લામે ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે અમે ચોરને પકડી પાડવા માટે મંદિરના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છે.
https://twitter.com/ani_digital/status/1844472676083171365
પેઢીઓથી મંદિરની સંભાળ રાખનારા પરિવારના સભ્યોમાંથી એક જ્યોતિ ચટ્ટોપાધ્યાયે જણાવ્યું હતું કે મુગટ ચાંદીનો બનેલો હતો અને તેના પર સોનાનું લેયર હતું. પીએમ મોદીએ મંદિરની તેમની મુલાકાતનો એક વીડિયો પણ શેર કર્યો હતો, જે કોવિડ-19 મહામારી બાદ પછી કોઈ દેશની તેમની પ્રથમ મુલાકાતનો હતો.






