Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Jaishankar-Rubio visit to UNGA, India expresses concern over 100% tariff issue;

UNGAમાં જયશંકર-રુબિયો મુલાકાત, 100% ટેરિફ મુદ્દે ભારતે વ્યક્ત કરી ચિંતા; રશિયા-ઈરાન સહિત અનેક મુદ્દે ચર્ચા

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2026
લાઇવ ટીવીGoogle News
UNGAમાં જયશંકર-રુબિયો મુલાકાત, 100% ટેરિફ મુદ્દે ભારતે વ્યક્ત કરી ચિંતા; રશિયા-ઈરાન સહિત અનેક મુદ્દે ચર્ચા
સોર્સ : gstv

વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના ઉચ્ચ સ્તરીય સત્ર દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી, વેપાર, ટેરિફ, રશિયા અને ઈરાન પર અમેરિકાના પ્રતિબંધો તથા યુક્રેન સહિતના પ્રાદેશિક અને બહુપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

App Store

100% ટેરિફના મુદ્દે ભારતની ચિંતા

આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે અમેરિકાએ રશિયા અને ઈરાન સાથે જોડાયેલા નવા કાયદા હેઠળ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો સામે કડક વેપારી પગલાંની જોગવાઈ કરી છે. ભારત માટે ખાસ કરીને રશિયન તેલની આયાત પર સંભવિત 100 ટકા સુધીના ટેરિફનો મુદ્દો મહત્વપૂર્ણ છે.

જયશંકરે બેઠક દરમિયાન ભારતના રાષ્ટ્રીય હિતો અને ઊર્જા સુરક્ષા સાથે જોડાયેલી ચિંતાઓ અમેરિકી વિદેશ મંત્રી સમક્ષ રજૂ કરી હતી. ભારતનું કહેવું રહ્યું છે કે દેશની ઊર્જા જરૂરિયાતો અને આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવામાં આવશે.

જયશંકરે X પર શું કહ્યું?

બેઠક બાદ એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ સ્તરીય સપ્તાહ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને મળ્યા. તેમણે SRIA (રશિયા અને ઈરાન પર પ્રતિબંધ સંબંધિત કાયદો) અંગે ભારતના હિતો અને ચિંતાઓ ફરી રજૂ કરી હોવાનું જણાવ્યું હતું.

જયશંકરના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ વચ્ચે અખાતી દેશોની સ્થિતિ અને યુક્રેનની પરિસ્થિતિ અંગે પણ ચર્ચા થઈ હતી. આ ચર્ચા એવા સમયે થઈ છે જ્યારે વૈશ્વિક સ્તરે ઊર્જા સુરક્ષા અને વેપાર નીતિઓને લઈને અનેક દેશો પર અસર પડી રહી છે.

રુબિયોએ પણ આપી મુલાકાતની માહિતી

માર્કો રુબિયોએ પણ X પર પોસ્ટ કરીને જયશંકર સાથે મુલાકાત અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા બંને દેશો વચ્ચે સંકલન ચાલી રહ્યું છે. આ ઉપરાંત પ્રાદેશિક પ્રાથમિકતાઓ અને આગામી બહુપક્ષીય પ્રયાસો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

જુલાઈમાં મનીલામાં પણ થઈ હતી મુલાકાત

ઉલ્લેખનીય છે કે આ વર્ષે જુલાઈમાં મનીલામાં પણ જયશંકર અને રુબિયોની મુલાકાત થઈ હતી. તે બેઠકમાં વેપાર, ટેરિફ, ઊર્જા, સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનિજો (Critical Minerals) અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવા મહત્વના ક્ષેત્રો પર ચર્ચા થઈ હતી.

બંને દેશો વચ્ચે વચગાળાના વેપાર કરાર (Interim Trade Deal)ને અંતિમ સ્વરૂપ આપવા અંગે પણ ચર્ચા થઈ હતી. હવે ન્યૂયોર્કમાં થયેલી તાજેતરની મુલાકાતમાં વેપાર અને ટેરિફ ઉપરાંત રશિયા-ઈરાન પ્રતિબંધો, અખાતી દેશોની સ્થિતિ અને યુક્રેન જેવા મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા.

ભારત-અમેરિકા સંબંધો માટે મહત્વપૂર્ણ સંવાદ

UNGA દરમિયાન થયેલી આ મુલાકાત ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ઉચ્ચ સ્તરીય સંવાદનો એક ભાગ છે. એક તરફ બંને દેશો વ્યૂહાત્મક સહયોગને આગળ વધારવા પ્રયાસ કરી રહ્યા છે, તો બીજી તરફ ટેરિફ, રશિયા પાસેથી તેલની આયાત અને અમેરિકાના પ્રતિબંધો જેવા મુદ્દાઓ પર બંને પક્ષોના હિતોને લઈને ચર્ચા ચાલુ છે.