Video: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી હારી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો પડયો છે. મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. વિરોધી ડેમોક્રેટિક પાર્ટીએ સેનેટમાં 51 બેઠકો અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં 218 બેઠકો જીતીને બહુમતી મેળવી લીધી છે. હાઉસમાં કુલ 435 બેઠકો છે અને તમામ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં બંને ગૃહોમાં ડેમોક્રેટિક પાર્ટીને બહુમતી મળી છે. છેલ્લી 21માંથી 19 ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની પાર્ટી ચૂંટણી હારી ગઈ છે.ચૂંટણીના પરિણામો બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે હવે તેઓ રાજકીય વિશ્લેષક બનશે. તેઓ ચૂંટણીમાં ઉમેદવારોની જીત અને હારના કારણો અંગે પોતાનો અભિપ્રાય આપશે. ટ્રમ્પે સ્વીકાર્યું છે કે ઈરાન સાથેના યુદ્ધની અસર ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના પ્રદર્શન પર પડી. તેમણે કહ્યું કે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોથી લોકો નારાજ હતા. લોકોને ઈંધણ માટે વધુ પૈસા ખર્ચવા ગમ્યું નહીં.





