મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઇઝરાયેલે એક જ દિવસમાં લીધો બીજો બદલો, હમાસના વડા પછી 12 બાળકોના મોતના ગુનેગારને ઠાર માર્યો

ઇઝરાયેલે હમાસના ચીફ ઇસ્માઇલ હાનિયાને ઠાર માર્યા બાદ હિજબુલ્લાહના ટોચના સૈન્ય કમાન્ડર ફઉદ શુકરન

ઇઝરાયેલે એક જ દિવસમાં લીધો બીજો બદલો, હમાસના વડા પછી 12 બાળકોના મોતના ગુનેગારને ઠાર માર્યો

ઇઝરાયેલે હમાસના ચીફ ઇસ્માઇલ હાનિયાને ઠાર માર્યા બાદ હિજબુલ્લાહના ટોચના સૈન્ય કમાન્ડર ફઉદ શુકરને મોતને ઘાટ ઉતાર્યો છે. ઇઝરાયેલે પોતાા કબ્જામાં ગોલાન હાઇટ્સ પર રોકેટ હુમલા માટે ફઉદ શુકરને જવાબદાર ઠેરવ્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે હિજબુલ્લાહ લેબેનોન અને મધ્ય પૂર્વના મોટાભાગમાં સૌથી પ્રભાવશાળી શિયા સૈન્ય ગ્રુપમાંથી એક છે.

ઇઝરાયેલના સેના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ એક નિવેદનમાં કહ્યું, "હિજબુલ્લાહના કમાન્ડર ફઉદ શુકર મજદલ શમ્સ નરસંહાર માટે જવાબદાર હતો." મહત્ત્વપૂર્ણ છે કે 27 જુલાઇની સાંજે ઉત્તરી ઇઝરાયેલના એક ફૂટબોલ મેદાનને હિજબુલ્લાહે ઇરાની ફલક-1 રોકેટથી નિશાન બનાવ્યું હતું. આ રોકેટ હુમલામાં મેદાનમાં 12 બાળકોના મોત થયા હતા. આ હુમલા બાદથી ઇઝરાયેલે બદલો લેવાના સોગંધ ખાધા હતા અને હિજબુલ્લાહને અંજામ ભોગવવાની ધમકી આપી હતી. ફઉદ શુકર હિજબુલ્લાહના સેક્રેટરી જનરલ હસન નસરલ્લાહનો રાઇટ હેન્ડ હતો. તે હુમલા અને ઓપરેશનની યોજના બનાવવામાં નસરલ્લાહનો સલાહકાર હતો.

અમેરિકા ચાર દાયકાથી ફઉદ શુકરને શોધતું હતું

ફઉદ શુકરના નેતૃત્ત્વમાં જ 23 ઓક્ટોબર, 1983માં બેરૂતમાં અમેરિકન મરીન કૉર્પ્સ બૈરક પર હિજબુલ્લાહે બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં 241 અમેરિકન સૈનિકના મોત થયા હતા જ્યારે 128 અન્ય ઘાયલ થયા હતા. આ બોમ્બમારો ઇતિહાસમાં અમેરિકન સેના પર સૌથી ઘાતક હુમલામાંથી એક હતો. સંયુક્ત રાજ્ય અમેરિકાએ તેના માથા પર 5 મિલિયન ડૉલર (42 કરોડ રૂપિયા)નું ઇનામ જાહેર કર્યું હતું. 

આ સમાચાર શેર કરો