Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Israel attacked Tehran's commercial airport, while America struck Iran's oil depot

VIDEO: ઈઝરાયલે તેહરાનના કોમર્શિયલ એરપોર્ટ પર કર્યો હુમલો, તો અમેરિકાએ ઈરાનના તેલ ડિપો પર કરી સ્ટ્રાઈક

Timeછેલ્લું અપડેટ : 08 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઈરાનની રાજધાની તેહરાનને ઈઝરાયેલે શનિવારે ફરી એકવાર નિશાન બનાવી છે. હુમલાના નવા રાઉન્ડ હેઠળ શહેરમાં અનેક વિસ્ફોટો સંભળાયા હતા. એટલું જ નહીં, તેહરાનના એક મુખ્ય કોમર્શિયલ એરપોર્ટ પર પણ વિસ્ફોટ થયા છે. રાજધાનીના મેહરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને શહેરના અન્ય ભાગોમાં વિસ્ફોટોના સમાચાર છે. ઈઝરાયેલે કહ્યું છે કે તેણે તેહરાનમાં નિર્ધારિત લક્ષ્યો પર મોટા પાયે હુમલા કર્યા છે.

App Store

ઈઝરાયેલી સેનાના એક નિવેદનમાં જણાવાયું છે કે IDF (ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ)એ ઈરાની રાજધાનીમાં સરકારી લક્ષ્યો પર મોટા પાયે હુમલા શરૂ કરી દીધા છે. અહેવાલો મુજબ, પ્રત્યક્ષદર્શીઓએ ઈઝરાયેલના તાજેતરના હવાઈ હુમલાઓને ખાસ કરીને તીવ્ર ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે નવા વિસ્ફોટોથી ઘરો હલી ગયા અને ધુમાડાના ગોટેગોટા ઉઠવા લાગ્યા. મેહરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઈરાન સરકારનું છે અને તેને ઈરાનનું સૌથી વ્યસ્ત એરપોર્ટ માનવામાં આવે છે. તેહરાનની બહાર આવેલા ઇમામ ખુમેની ઇન્ટરનેશનલ એરપોર્ટથી વિપરીત, મેહરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટ્સ જ ચાલે છે.

ઈરાન દ્વારા બિનશરતી શરણાગતિ ઈચ્છે છે ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ઈરાન સાથે કોઈપણ પ્રકારની સમજૂતી ત્યારે જ શક્ય છે જ્યારે તે બિનશરતી શરણાગતિ સ્વીકારે. ત્યારબાદ ઈરાનમાં નવી અને વધુ સારી લીડરશિપ પસંદ કરવામાં આવશે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ઈરાનમાં નવી નેતૃત્વ વ્યવસ્થાની જરૂર છે. તેમણે સંકેત આપ્યો કે જો ઈરાન માની જાય તો અમેરિકા, ઈરાનને ફરીથી ઊભું કરવામાં અને તેને ફરીથી બનાવવામાં મદદ કરી શકે છે.

યુદ્ધ શરૂ થયા પછી પ્રથમ વખત ઈરાની તેલ ડેપો પર અમેરિકી-ઈઝરાયેલના હુમલા

IDFએ જણાવ્યું કે ઇન્ટેલિજન્સ માર્ગદર્શન પર કાર્યવાહી કરતા ઈઝરાયેલી વાયુસેનાના વિમાનોએ ઈરાની સેના દ્વારા ઉપયોગમાં લેવાતા અનેક ફ્યુઅલ સ્ટોરેજ કોમ્પ્લેક્સ પર હુમલો કર્યો. સૈન્યએ જણાવ્યું કે આ ટેન્કોનો ઉપયોગ સૈન્ય માળખાગત સુવિધાઓને ટેકો આપવા અને સૈન્ય સંસ્થાઓને ઇંધણ પૂરું પાડવા માટે કરવામાં આવે છે.

ઈરાની સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે દક્ષિણ તેહરાનમાં રાજધાનીના મુખ્ય રિફાઈનરી કોમ્પ્લેક્સ પાસે એક ઓઈલ ડેપો પર હુમલો કરવામાં આવ્યો હતો. એક સમાચાર એજન્સીએ જણાવ્યું કે રિફાઈનરીને પોતે કોઈ નુકસાન થયું નથી. ઉત્તર-પશ્ચિમ તેહરાનમાં પણ ઈંધણના ડેપો પર વધારાના હુમલા થયા હતા, જ્યાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. અન્ય એક હુમલો રાજધાનીના શાહરાન વિસ્તારમાં થયાના અહેવાલ છે.

આ હુમલાને ઈરાની સૈન્ય માળખાગત સુવિધાઓ પરના હુમલાના વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. સેનાએ કહ્યું, "IDF શાસનની ક્ષમતાઓને નોંધપાત્ર રીતે ઘટાડવા અને ઇઝરાયેલ રાજ્ય સામેના જોખમોને દૂર કરવા માટે દ્રઢ નિશ્ચય સાથે કામ કરવાનું ચાલુ રાખશે." ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે તેના બીજા સપ્તાહમાં પ્રવેશી રહ્યું છે.