Video: અમેરિકામાં ભારતીય મૂળના પિયા દાંડિયાએ ડંકો વગાડયો

સોર્સ: gstv

અમેરિકાની વચગાળાની ચૂંટણીમાં ભારતીય મૂળની ઉમેદવાર પિયા દાંડિયાએ ડંકો વગાડયો છે. ભારતીય મૂળના ડેમોક્રેટ ઉમેદવાર પિયા દાંડિયાએ આ ચૂંટણીમાં ફ્લોરિડાના બાવીસમાં કાંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી ભવ્ય વિજય મેળવીને ઇતિહાસ રચી દીધો છે. તેઓ અમેરિકી સંસદમાં ચૂંટાનારા ફ્લોરિડાના સૌપ્રથમ ભારતીય-અમેરિકી સભ્ય બન્યા છે. 39 વર્ષીય પિયા દાંડિયાએ આ ખરાખરીના ચૂંટણી જંગમાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર કેસી અસ્કરને હરાવ્યા હતા. 3 જાન્યુઆરી, 2027 ના રોજ તેઓ સત્તાવાર રીતે પોતાનો કાર્યભાર સંભાળશે. પિયા દાંડિયા મુળ રાજસ્થાની છે..તેમના માતા-પિતા વર્ષ 1980માં જયપુરથી અમેરિકા આવીને વસ્યા હતા. તેમનો જન્મ ફ્લોરિડાના પામ બીચ કાઉન્ટીમાં થયો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત