Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran is ready to give up nuclear weapons, will make a big deal with the US: Trump's biggest claim

પરમાણુ હથિયાર છોડવા તૈયાર છે ઇરાન, US સાથે કરશે મોટી ડીલ: ટ્રમ્પનો સૌથી મોટો દાવો

Timeછેલ્લું અપડેટ : 09 Jun 2026
લાઇવ ટીવીGoogle News
પરમાણુ હથિયાર છોડવા તૈયાર છે ઇરાન, US સાથે કરશે મોટી ડીલ: ટ્રમ્પનો સૌથી મોટો દાવો
સોર્સ : gstv

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઇરાન પરમાણુ હથિયારો મેળવવાની તેની જીદ છોડવા અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે એક મોટી ડીલ પર હસ્તાક્ષર કરવા તૈયાર થઈ ગયું છે. ટ્રમ્પના મતે, અમેરિકાની સૈન્ય કાર્યવાહીઓએ તેહરાનની સૈન્ય ક્ષમતાઓને પાયમાલ કરી દીધી હોવાથી ઇરાન હવે નમવા મજબૂર બન્યું છે.

App Store

ઈરાન આપણને બધું જ આપવા તૈયાર છે - ટ્રમ્પ

સાઉથ કેરોલિનાના સેનેટર લિન્ડસે ગ્રેહામ માટે આયોજિત એક વર્ચ્યુઅલ ટેલિ-રેલી દરમિયાન સંબોધન કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન, ચાલી રહેલી વાટાઘાટો અને મધ્ય-પૂર્વની સુરક્ષા સ્થિતિ પર વિસ્તારપૂર્વક વાત કરી હતી. તેમણે જણાવ્યું કે અમે અત્યારે વાટાઘાટો કરી રહ્યા છીએ અને ઇરાન એક બહુ જ સારી ડીલ કરવા ઈચ્છે છે. તેઓ આપણને બધું જ આપવા માટે તૈયાર છે. તેઓ પરમાણુ હથિયાર ન રાખવાની શરત સ્વીકારવા પણ તૈયાર છે. ઇરાન પાસે પરમાણુ હથિયાર હોઈ જ ન શકે અને આ બાબત બહુ સરળ અને સ્પષ્ટ છે. 

ઈરાનની નૌસેનાના તમામ જહાજ ડૂબાડી દીધા: ટ્રમ્પ

પોતાની આક્રમક શૈલીમાં બોલતા પ્રમુખ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકન સૈન્ય કાર્યવાહીએ ઇરાનના સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. તેમણે ઉમેર્યું કે, અમે તેમના સૈન્યને તોડી પાડ્યું છે. અમે તેમની નેતાગીરી સહિત જે પણ કંઈ બરબાદ થઈ શકે તેમ હતું તે બધું જ નેસ્તનાબૂદ કરી દીધું છે. તેમની નેવી હવે સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. તેમની પાસે 159 જહાજો હતા અને અત્યારે દરેક જહાજ પાણીની અંદર છે. 

આગામી બે સપ્તાહમાં અમેરિકા સંપૂર્ણ વિજય જાહેર કરશે: ટ્રમ્પ

ટ્રમ્પે આ વાટાઘાટોમાંથી ખૂબ જ સાનુકૂળ પરિણામ આવવાની ભવિષ્યવાણી કરી છે અને કહ્યું છે કે ટૂંક સમયમાં જ સત્તાવાર રીતે વિજયની જાહેરાત થઈ શકે છે. ટ્રમ્પે કહ્યું કે, હું માનું છું કે આપણે આ લડાઈ જીતી રહ્યા છીએ, પરંતુ આગામી 2 અઠવાડિયામાં જ્યારે આપણે સંપૂર્ણ વિજય જાહેર કરીશું ત્યારે આપણે સાચા અર્થમાં જીતીશું. જે બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો પણ નીચે આવી જશે.