અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ભારતીયો, ચીનને પાછળ છોડ્યું
અમેરિકન યુનિવર્સિટીઓને પસંદ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. ઈન્સ્ટિટ્યૂટ

અમેરિકન યુનિવર્સિટીઓને પસંદ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ એજ્યુકેશન દ્વારા સોમવારે પ્રકાશિત ઓપન ડોર્સ રિપોર્ટ અનુસાર, ભારતના 3.3 લાખથી વધુ વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: એક વર્ષમાં USAમાં ઘૂસણખોરી કરતાં 90 હજાર ભારતીયો ઝડપાયા, ડિંગુચા કેસમાં બે એજન્ટો સામે કાર્યવાહી શરૂ
આ સાથે, છેલ્લા 15 વર્ષમાં પ્રથમ વખત, ભારત શૈક્ષણિક વર્ષ 2022-23માં સૌથી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓને અમેરિકા મોકલનાર દેશ બન્યો છે. છેલ્લા શૈક્ષણિક વર્ષથી દેશમાં 23 ટકાનો વધારો જોવા મળ્યો છે.
ગયા વર્ષથી ભારતીય વિદ્યાર્થીઓમાં ઘણો વધારો થયો છે
યુએસ એમ્બેસીએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓનો હિસ્સો 29 ટકા સુધી પહોંચી ગયો છે.
અમેરિકામાં ચીનના 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ
ભારત પછી ચીન બીજા ક્રમે છે, અમેરિકામાં ચીનના 2,77,398 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. દક્ષિણ કોરિયા ત્રીજા સ્થાને, કેનેડા ચોથા સ્થાને અને તાઈવાન પાંચમા સ્થાને છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ એજ્યુકેશન દ્વારા ઓપન ડોર્સ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. IIE યુનાઈટેડ સ્ટેટ્સમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વિશે વાર્ષિક અભ્યાસ પ્રકાશિત કરે છે.
સૌથી વધુ વિદ્યાર્થીઓને અમેરિકા મોકલતા દેશો
| દેશ | વિદ્યાર્થીઓ |
| ભારત | 3,31,602 |
| ચીન | 2,77,398 |
| દક્ષિણ કોરિયા | 43,149 |
| કેનેડા | 28,998 |
| તાઇવાન | 23,157 |
2023-24
- શૈક્ષણિક વર્ષમાં યુએસમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા: 3,31,602.
- પોસ્ટ ગ્રેજ્યુએશન અને પીએચડી લેવલે વિદ્યાર્થીઓની સંખ્યા: 1,96,567.
- ગ્રેજ્યુએશન લેવલે વિદ્યાર્થીઓની સંખ્યા: 36,053.
2022-23
- શૈક્ષણિક વર્ષમાં અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓઃ 2,68,923.
ભારત 2008 પછી પ્રથમ વખત ટોપ પર
ભારતમાં યુએસ એમ્બેસી તરફથી મળેલી માહિતી મુજબ, 2008-2009 પછી પ્રથમ વખત, ભારત તેના વિદ્યાર્થીઓને અમેરિકા મોકલવામાં ટોપ પર છે. અમેરિકામાં, શૈક્ષણિક સત્ર સામાન્ય રીતે સપ્ટેમ્બરથી શરૂ થાય છે અને મે સુધી ચાલે છે.








