Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 90 thousand Indians arrested for bribery in USA in one year

એક વર્ષમાં USAમાં ઘૂસણખોરી કરતાં 90 હજાર ભારતીયો ઝડપાયા, ડિંગુચા કેસમાં બે એજન્ટો સામે કાર્યવાહી શરૂ

Timeછેલ્લું અપડેટ : 17 Nov 2024
લાઇવ ટીવીGoogle News
એક વર્ષમાં USAમાં ઘૂસણખોરી કરતાં 90 હજાર ભારતીયો ઝડપાયા, ડિંગુચા કેસમાં બે એજન્ટો સામે કાર્યવાહી શરૂ

ડિંગુચા ગામના જગદિશ પટેલ અને તેમના પરિવારના થીજી ગયેલા મૃતદેહને આજે બે વર્ષ બાદ કેનેડિયન અને અમેરિકન સરકારે બંને તરફથી બે શખ્સો પર આ ગેરકાયદેસર ઘૂસણખોરી માટે કેસ ચલાવ્યો છે જે નવેમ્બરની 18મી તારીખથી થશે. જાન્યુઆરી 2022ના ગાળામાં જગદીશ પટેલના પરિવાર સહિત કુલ 11 જણાએ કેનેડાની બોર્ડર ક્રોસ કરીને ઘૂસવનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જગદિશ પટેલનો પરિવાર છૂટો પડી ગયો હતો અને પૂરતા ગરમ કપડાના અભાવે તીવ્ર માઈનસ 30 ડિગ્રીમાં થીજાઈ ગયો હતો. અમેરિકન ખૂફીયા એજન્સી દ્વારા ઘૂસણખોરી કરાવનારી અનેક કડીઓને શોધવામાં સફળતા મેળવી છે.

App Store

ડિંગુચાના થીજી ગયેલા પરિવારને ઘૂસણખોરીમાં સાથ આપનારા બે એજન્ટો સામે કાર્યવાહી શરુ

જેમાં આ સમગ્ર ગેરકાયદેસર પ્રક્રિયામાં સાથ આપનાર કેનેડા તરફના હર્ષ પટેલ અને અમેરિકા તરફથી ઘૂસાડનારા  સ્ટિવ શેન્ડ પર કાર્યવાહી શરુ કરવામાં આવી છે. અમેરિકન અને કેનેડિયન સરકારે આ બંને શખ્સોને સોફિસ્ટિકેટેડ હ્યુમન સ્મગલિંગ અંતર્ગત કેસ ચાલી રહ્યો છે. આ કામ કરવાના ઉપરોક્ત આરોપીઓએ 90,000  અમેરિકન ડોલર લેવાનું નક્કી કર્યું હતું.   

આ કેસ સાથે કેનેડા અને અમેરિકાની સરકારે સંયુક્ત રીતે 2024માં 90,415 ભારતીયોને કેનેડા અને મેક્સિકોની સરહદથી પકડવામાં સફળતા મેળવી છે જ્યારે એકલા કેનેડાની બોર્ડર પરથી 43764 બોર્ડર ક્રોસ કરતા ભારતીયોને પકડયા છે જેમાંના અડધાથી વધારે ગુજરાતી છે. 

23 હજારથી વધુ ગુજરાતીઓ કેનેડાની બોર્ડરથી પકડાયા

જો કે 2023 કરતાં 2024માં કેનેડાથી અમેરિકા ઘૂસણખોરીનો આંક થોડો ઘટયો છે. અમદાવાદમાં મહેસાણા જિલ્લાના કેટલાંક ગામોમાં 'બે નંબર' કહેવાતા ગેરકાયદેસર ઘૂસણખોરીના કિસ્સામાં સૌથી વધુ 23 હજારથી વધુ ગુજરાતીઓ કેનેડાની બોર્ડરથી પકડાયા છે.

અમેરિકામાં ટ્રમ્પ સરકાર આવવાની સાથે ઇમિગ્રેન્ટસના નિયમો વધુ કડક થવાની આગાહી છે સાથે સાથે કેનેડાની સરકારે પણ છેલ્લા બે મહિનામાં વિઝા નીતિ વધુને વધુ કડક બનાવતા હવે ભારતીયો માટે કેનેડા અને મેક્સિકો બોર્ડરથી ગેરકાયદેસર રીતે પ્રવેશવું દુષ્કર થઈ ગયું છે.

બીજી બાજુ સામાજિક સ્તરે પણ ડિંગુચા અને તેની આસપાસના ગામોમાં આ પ્રકારની ગેરકાયદેસર ઘૂસણખોરી ના કરવાની વાતો પણ ચર્ચાએ છે. છતાં પણ વર્ષોથી અમેરિકા સ્થિત થયેલા સગા વ્હાલાઓની સાથે સેટ થવાના મોહના કારણે હજુ પણ કેટલાંક પરિવારો આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો ભોગ બની રહ્યા છે.