Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Indian doctor does miracle! Sitting in China, performs a successful surgery in Hyderabad

ભારતીય ડોક્ટર એ કરી કમાલ! ચીનમાં બેઠા બેઠા 3000 કિમી દૂર હૈદરાબાદમાં કરી સફળ સર્જરી

Timeછેલ્લું અપડેટ : 25 May 2026
લાઇવ ટીવીGoogle News
ભારતીય ડોક્ટર એ કરી કમાલ! ચીનમાં બેઠા બેઠા 3000 કિમી દૂર હૈદરાબાદમાં કરી સફળ સર્જરી
સોર્સ : gstv

ટેકનોલોજી (Technology) અને મેડિકલ સાયન્સ (Medical Science) ક્ષેત્રે એક વધુ ઐતિહાસિક સિદ્ધિ સામે આવી છે. ભારતીય યુરોલોજિસ્ટ (Urologist) ડૉ. સૈયદ મહંમદ ગૌસે ચીનના વુહાન (Wuhan) શહેરમાં બેઠા બેઠા હૈદરાબાદમાં રહેલા દર્દીની સફળ રોબોટિક સર્જરી (Robotic Surgery) કરી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ વાત એ છે કે ડોક્ટર અને દર્દી વચ્ચે અંદાજે 3000 કિલોમીટરનું અંતર હતું.

App Store

મળતી માહિતી મુજબ, આ સર્જરી “યુરેટ્રલ રિ-ઇમ્પ્લાન્ટેશન” (Ureteral Reimplantation) પ્રકારની હતી. તેમાં કિડનીમાંથી યુરિન બ્લેડર સુધી યુરિન પહોંચાડતી નળી (Ureter) ને ફરીથી બ્લેડર સાથે જોડવાની જટિલ પ્રક્રિયા કરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશન ચીનમાં વિકસાવવામાં આવેલી અદ્યતન રોબોટિક ટેક્નોલોજી (Robotic Technology) અને હાઇ-સ્પીડ 5G નેટવર્ક (5G Network) ની મદદથી કરવામાં આવ્યું હતું.

90 મિનિટ સુધી ચાલ્યું ઓપરેશન

આ સર્જરી લગભગ 90 મિનિટ સુધી ચાલી હતી. આ દરમિયાન વુહાનના ટોંગજી હોસ્પિટલ (Tongji Hospital) અને હૈદરાબાદની મેડિકલ ટીમ વચ્ચે સતત કો-ઓર્ડિનેશન (Coordination) જળવાયું હતું. ઓપરેશન શરૂ થાય તે પહેલાં બંને શહેરોના ડોક્ટરોએ દર્દીના મેડિકલ રિપોર્ટ્સની ઓનલાઈન સમીક્ષા કરી અને સર્જરી માટે સંપૂર્ણ પ્લાનિંગ તૈયાર કર્યું હતું.

હૈદરાબાદમાં હાજર મેડિકલ સ્ટાફે દર્દીને એનસ્થેશિયા (Anesthesia) આપીને ઓપરેશન થિયેટરમાં રોબોટિક સિસ્ટમ તૈયાર કરી હતી. આ સિસ્ટમમાં અતિ સૂક્ષ્મ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (Surgical Instruments) અને હાઇ-ડેફિનેશન 3D કેમેરા (HD 3D Cameras) લાગેલા હતા, જે વુહાન સુધી લાઇવ વિઝ્યુઅલ્સ મોકલી રહ્યા હતા.

માત્ર 0.2 સેકન્ડમાં પહોંચતા હતા કમાન્ડ

ડૉ. ગૌસ વુહાનમાં એક કંટ્રોલ કન્સોલ (Control Console) પર બેઠા હતા, જ્યાંથી તેઓ રોબોટિક આર્મ્સ (Robotic Arms) ને નિયંત્રિત કરી રહ્યા હતા. રિપોર્ટ અનુસાર, 5G ટેક્નોલોજીની મદદથી ડોક્ટરના કમાન્ડ્સ માત્ર 200 મિલિસેકન્ડ એટલે કે 0.2 સેકન્ડમાં હૈદરાબાદ પહોંચતા હતા.

આટલી ઓછી ડિલે (Delay) હોવાને કારણે રોબોટિક આર્મ્સ લગભગ રિયલ ટાઇમમાં ડોક્ટરના હાથની હરકતોને અનુસરી શક્યા હતા. જેના કારણે હજારો કિલોમીટર દૂર હોવા છતાં સર્જરી દરમિયાન સચોટતા (Accuracy) અને સંપૂર્ણ કંટ્રોલ જાળવી શકાયું હતું.

ઇમરજન્સી માટે ટીમ પણ હતી તૈયાર

હૈદરાબાદમાં સ્થાનિક ડોક્ટરોની ટીમ આખા ઓપરેશન દરમિયાન ઓપરેશન થિયેટરમાં હાજર રહી હતી અને કોઈપણ ઇમરજન્સી (Emergency) સર્જાય તો તરત મદદ માટે તૈયાર હતી.

આ સફળ સર્જરી “ઇન્ટરનેશનલ હેપેટો-પેન્ક્રિયાટો-બિલિયરી એસોસિએશન” (International Hepato-Pancreato-Biliary Association) ના ચાઇનીઝ ચેપ્ટરની 10મી કોંગ્રેસ દરમિયાન રજૂ કરાયેલી 26 અદ્યતન સર્જરીમાંથી એક હતી. તેમાં ભારત ઉપરાંત બ્રાઝિલ, ગ્રીસ, જ્યોર્જિયા અને ઉઝબેકિસ્તાન જેવા દેશોના નિષ્ણાતો દ્વારા લાઇવ ઇન્ટરનેશનલ રિમોટ સર્જરી (Remote Surgery) પણ દર્શાવવામાં આવી હતી.

AI અને 5G બદલશે હેલ્થકેરનું ભવિષ્ય

ટોંગજી હોસ્પિટલના સર્જરી વિભાગના ડિરેક્ટર ચેન શિયાઓપિંગે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), રોબોટિક્સ (Robotics) અને નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન ટેક્નોલોજી (Next Generation Communication Technology) વિશ્વભરના હેલ્થકેર સિસ્ટમમાં ઝડપી પરિવર્તન લાવી રહી છે.

આ સિદ્ધિને મેડિકલ ક્ષેત્રમાં ભવિષ્યની ક્રાંતિ માનવામાં આવી રહી છે, જ્યાં ડોક્ટર દુનિયાના કોઈપણ ખૂણેથી દર્દીઓની સારવાર કરી શકશે.