Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Mother lost her hand: 50 ITBP personnel reached the Commissioner's office for justice

ડોક્ટરોની બેદરકારીથી માતાએ હાથ ગુમાવ્યો: ન્યાય માટે ITBPના 50 જવાનો કમિશનર ઓફિસે પહોંચ્યા

Timeછેલ્લું અપડેટ : 25 May 2026
લાઇવ ટીવીGoogle News
ડોક્ટરોની બેદરકારીથી માતાએ હાથ ગુમાવ્યો: ન્યાય માટે ITBPના 50 જવાનો કમિશનર ઓફિસે પહોંચ્યા
સોર્સ : gstv

કાનપુર: કાનપુરમાં ડોક્ટરોની બેદરકારીને કારણે એક જવાનની માતાએ પોતાનો હાથ કપાવવો પડયો હતો, જોકે આઇટીબીપીના આ જવાનની ફરિયાદ છતા પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી ના કરાઇ, પરિણામે આઇટીબીપીના ૫૦થી વધુ જવાનો હથિયારો સાથે ૧૫ ગાડીઓ અને ટ્રક ભરીને કમિશનરની ઓફિસે પહોંચી ગયા હતા. તેથી ભીસમાં આવેલી પોલીસે અંતે આરોપી ડોક્ટરો સામે તપાસ માટે ટીમ રચી હતી.   

App Store

મહારાજપુર સ્થિત ૩૨મી બટાલિયનમાં તૈનાત આઇટીબીના જવાન કોન્સ્ટેબલ વિકાસસિંહની માતા નિર્મલા દેવીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, તેથી જવાન તેમને કૃષ્ણા હોસ્પિટલ લઇ ગયા, આ ખાનગી હોસ્પિટલમાં તેને કેટલાક ઇન્જેક્શન આપવામાં આવ્યા જેને કારણે તેના હાથમાં ઇન્ફેક્શન થવા લાગ્યું, બાદમાં જવાન માતાને અન્ય એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો જ્યાંના ડોક્ટરોએ હાથ કાપવાની સલાહ આપી હતી કેમ કે ઇન્ફેક્શન બહુ જ વધી ગયું હતું. સ્થિતિને ધ્યાનમાં રાખીને અંતે માતાનો હાથ કાપવો પડયો હતો. 

બાદમાં જવાને પોલીસ સ્ટેશનોમાં જઇને અનેક રજુઆતો કરી, એટલુ જ નહીં માતાનો કપાયેલો હાથ લઇને પણ તે પોલીસ અધિકારીઓ પાસે ન્યાય માગવા ગયો. જોકે કોઇએ ધ્યાન ના આપ્યું, પોતાના સાથી જવાનની આ હાલત જોઇને અન્ય જવાનો વિફર્યા અને ૧૫ ગાડીઓ-ટ્રક સાથે કાનપુરની કમિશનર ઓફિસે પહોંચી ગયા. શરૂઆતમાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે જવાનોએ પોલીસ કમિશનર કચેરીને ઘેરાવ કરી લીધો હતો, જોકે બાદમાં પોલીસ અને આઇટીબીપીએ સ્પષ્ટતા કરી હતી કે બન્ને તરફથી બેઠક અંગે ચર્ચા બાદ આ મુલાકાત કરવામાં આવી હતી.  બીજી તરફ ભીસમાં આવેલા પોલીસ કમિશનરે સમગ્ર મામલે એક તપાસ ટીમ રચી છે, અગાઉ જે તપાસ કરવામાં આવી તેને ફગાવી દેવાઇ છે તેથી ફરીથી તપાસ કરવામાં આવશે.