Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Hydropower Projects in Sudden Flood - Tanking Cars, Heavy Taraji in Nepal

VIDEO: અચાનક આવેલ પૂરમાં હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ-ગાડીઓને તણાઇ, નેપાળમાં ભારે તારાજી

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નેપાળમાં (Nepal) બુધવારે અચાનક આવેલા ભીષણ પૂર (Flash Flood)એ ભારે તબાહી મચાવી છે. તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતાં રસુવા જિલ્લામાં અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું હતું. પૂરનાં પાણીના જોરદાર પ્રવાહમાં ટિમુરે બજાર, કસ્ટમ વિસ્તાર, અનેક વાહનો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ (Hydropower Projects)ને નુકસાન થયું છે.

App Store

ટિમુરે બજાર અને સરહદી વિસ્તારમાં ભારે નુકસાન

રસુવાના સહાયક મુખ્ય જિલ્લા અધિકારી ધ્રુવ પ્રસાદ અધિકારીના જણાવ્યા અનુસાર, ટિમુરે સહિત આસપાસના બે બજારો પૂરથી ગંભીર રીતે પ્રભાવિત થયા છે. રસુવા ભન્સાર વિસ્તારમાં મોટી સંખ્યામાં વાહનો અને અન્ય સામાન રાખવામાં આવ્યો હતો, જે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયો હતો.

ખાસ વાત એ છે કે ગયા વર્ષે આવેલા પૂરમાં નુકસાન પામેલા સ્થળે તાજેતરમાં બનાવવામાં આવેલો નવો પુલ (Bridge) પણ આ વખતે પાણીના પ્રવાહમાં વહી ગયો છે.

ત્રણ પોલીસ ચોકીઓને પણ નુકસાન

અચાનક આવેલા પૂરથી નેપાળ પોલીસની ત્રણ જગ્યાઓને પણ નુકસાન થયું છે. ટિમુરેનું પોલીસ કાર્યાલય, સ્યાફ્રુબેસી પોલીસ ચોકી અને રસુવાગઢી પોલીસ ચોકી પૂરથી પ્રભાવિત થઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલી અનેક વસાહતોમાં પાણી ઘૂસી ગયું છે.

પૂરની અસર રસુવાથી આગળ નુવાકોટ સુધી પણ પહોંચી છે. સ્થિતિને જોતા પ્રશાસને લોકોને નદીકાંઠાના વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવાની અપીલ કરી છે.

ચાર જિલ્લાઓ તરફ વાહનવ્યવહાર બંધ

પૂરના જોખમને ધ્યાનમાં રાખીને કાઠમંડુ વેલી ટ્રાફિક પોલીસે રસુવા, નુવાકોટ, ચિતવન અને ધાદિંગ તરફ જતા વાહનોની અવરજવર રોકી દીધી છે. અનેક મહત્વપૂર્ણ માર્ગો પર મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.

સેનાના હેલિકોપ્ટરથી Rescue Operation

બચાવ અને રાહત કાર્ય (Rescue Operation) માટે નેપાળી સેનાના બે હેલિકોપ્ટર રસુવા મોકલવામાં આવ્યા છે. જરૂરિયાત વધે તો અન્ય હેલિકોપ્ટરોને પણ તૈયાર રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

સરકારે રસુવા, નુવાકોટ, ધાદિંગ, ગોરખા અને ચિતવનના નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ રહેવાની સૂચના આપી છે. નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે પણ આપાતકાલીન બેઠક (Emergency Meeting) બોલાવી સ્થિતિની સમીક્ષા કરી છે.

હાલ સરકારનું મુખ્ય ધ્યાન પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા, રાહત સામગ્રી પહોંચાડવા અને જોખમી વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા પર છે.