Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: ANDAR NI VAAT/ Paddy planting day celebrated in the field in Nepal

VIDEO: ANDAR NI VAAT/ નેપાળમાં ડાંગર રોપણી દિવસની ખેતરમાં કરાઈ ભવ્ય ઉજવણી

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સોમવારના દિવસે આખા નેપાળના લોકો ખેતરમાં જોવા મળ્યા હતા. નેપાળના સ્ત્રી-પુરુષ સજી-ધજીને ડાંગરના ખેતરમાં જોતરાઇ ગયા હતા. કારણ હતું, રાષ્ટ્રીય ડાંગર દિવસ એટલે કે મડ ઉત્સવ કે રોપણી મહોત્સવની ઉજવણી. નેપાળમાં અષ।ઢ મહિનાની પંદરની તરીખને ડાંગર રોપણી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દેવસે સમગ્ર દેશના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને વિદેશી પ્રવાસીઓ કાદવના રંગે રંગાઈને ડાંગરની રોપણીમાં સહભાગી બને છે. નેપાળમાં રાજધાની કાઠમંડુ, ભક્તપુર, લલિતપુરમાં મડ ઉત્સવની ઉજવણી ભારે ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી. જાણાતા પ્રવાસન સ્થળો પોખરા, ચિતવન વગેરેમાં વિદેશી પ્રવાસીઓ સાથે ડાંગર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ ખેડૂતો અને પ્રવાસીઓ પરંપરાગત વસ્ત્રોમાં પાણીથી છલોછલ ભરેલા ખેતરોમાં ઉમટી પડ્યા હતા. પુરુષ ખેડૂતોએ ખેતર ખેડીને કાદવ તૈયાર કર્યો હતો. મહિલાઓએ લયબદ્ધ રીતે ડાંગરના ધરૂની રોપણી કરી હતી.  આ સાથે તમામ લોકોએ એકબીજા પર કાદવ -કીચડ ઉડાડી,  કાદવમાં દોરડાખેંચ અને દોડ જેવી રમતો રમીને ઉત્સવનો  આનંદ માણ્યો હતો. આ રોચક નજારો જોવા માટે વિદેશથી પણ પ્રવાસીઓ આવ્યા હતા. નેપાળમાં સદીઓથી ડાંગરની ખેતી થાય છે. પંરપરાગત ખેતીને ઉત્સવમાં ફેરવતા નેપાળ સરકારે વર્ષ ૨૦૦૪થી અષાઢ મહિનાની ૧૫મી તારીખને રાષ્ટ્રીય ડાંગર દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું હતું. નેપાળની જીડીપીમાં ડાંગરની ખેતીનો ફાળો ૭% જેટલો મોટો છે. ડાંગરના પાકનું મહત્વ વધારવા, ખેડૂતોની આકરી મહેનતને બિરદાવવા અને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે ડાંગર દિવસની ઉજવણી કરવાનું નક્કી થયું હતું. આ ઉત્સવની ખાસિયત એ છે કે ખેતરોમાં પરંપરાગત રીતે બળદ અને પાડાને જોડીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ કારણે વિદેશી લોકોમાં પણ તે પ્રિય બન્યો છે. આ વર્ષે વરસાદ ઓછો થયો છે. અલ નીનોની અસરને કરાણે દુકાળની સંભાવના તોળાઇ રહી છે. ત્યારે ઉત્સવ વખતે ખેડૂતોના ચહેરા પર ચિંતા જોવા મળી હતી. નેપાળી સંસ્કૃતિમાં ડાંગર રોપાઇ દિવસનું આધ્યાત્મિક અને સામાજિક મહત્વ છે. નેશનલ ડાંગર દિવસે નેપાળમાં લોકો નાત-જાત અને અમીર-ગરીબના ભેદભાવ ભૂલીને એક થઇને ઉજવે છે અને સારા ભવિષ્યની કામના કરે છે.

App Store

બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી