Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Nepal news: Balen Shah government forms 'Property Investigation Commission'

Nepal news: બાલેન શાહ સરકારે 'સંપત્તિ તપાસ પંચ' (Property Investigation Commission)ની કરી રચના

Timeછેલ્લું અપડેટ : 01 May 2026
લાઇવ ટીવીGoogle News
Nepal news: બાલેન શાહ સરકારે 'સંપત્તિ તપાસ પંચ' (Property Investigation Commission)ની કરી રચના
સોર્સ : gstv

નેપાળની બાલેન શાહ સરકારે ભ્રષ્ટાચારીઓ સામે અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કરતા 'સંપત્તિ તપાસ પંચ' (Property Investigation Commission) ની રચના કરી છે. આ પંચ દ્વારા વર્તમાન અને પૂર્વ વડાપ્રધાન, મંત્રીઓ, સાંસદો અને ઉચ્ચ સરકારી અધિકારીઓની સંપત્તિની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.

App Store

પંચની રચના અને કાર્યકાળ

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રાજેન્દ્ર કુમાર ભંડારીના અધ્યક્ષપદ હેઠળ પાંચ સભ્યોના પંચની રચના કરવામાં આવી છે. પંચે શુક્રવારથી વિધિવત કામગીરી શરૂ કરી દીધી છે. આ પંચનો કાર્યકાળ એક વર્ષનો રહેશે અને તે તબક્કાવાર રીતે પોતાનો રિપોર્ટ સોંપશે.

કોણ-કોણ છે તપાસના દાયરામાં?

સરકારી આદેશ અનુસાર, જાહેર પદ પર રહેલા અથવા નિવૃત્ત અધિકારીઓ અને તેમના પરિવારના નામે દેશ-વિદેશમાં રહેલી સંપત્તિની તપાસ થશે.

રાજકીય નેતાઓ: પૂર્વ પીએમ કેપી શર્મા ઓલી, શેર બહાદુર દેઉબા, પુષ્પકમલ દહાલ 'પ્રચંડ', બાબુરામ ભટ્ટરાઈ અને ઝલનાથ ખનાલ સહિત તમામ પૂર્વ વડાપ્રધાનો, મંત્રીઓ અને સાંસદો.

અધિકારીઓ: મુખ્ય સચિવથી લઈ સહ-સચિવ સુધીના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ, ઈન્ટેલિજન્સ બ્યુરો અને વિદેશી દૂતાવાસોના વડાઓ.

સંસ્થાઓ: નેપાળ રાષ્ટ્ર બેંકના ગવર્નર, સરકારી બેંકો, યુનિવર્સિટીઓ અને જાહેર સંસ્થાઓના ઉચ્ચ હોદ્દેદારો.

પ્રદેશ સ્તર: રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વડાઓ.

કોને મુક્તિ આપવામાં આવી છે?

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના હોદ્દાને આ યાદીમાંથી બહાર રખાયા છે, પરંતુ તેમના સચિવાલયના અધિકારીઓની તપાસ થશે. સેનાના હાલના અધિકારીઓને બહાર રખાયા છે, પણ નિવૃત્ત સૈન્ય અધિકારીઓની તપાસ થશે. વર્તમાન ન્યાયાધીશોને બાકાત રાખી તમામ નિવૃત્ત જજોની સંપત્તિની તપાસ કરવામાં આવશે.

તપાસની પ્રક્રિયા અને તબક્કા

1. પ્રથમ તબક્કો: વર્ષ 2006 થી 31 માર્ચ 2026 સુધીના સમયગાળા દરમિયાન પદ પર રહેલા વર્તમાન પીએમ, મંત્રીઓ અને સાંસદોની તપાસ થશે.

2. બીજો તબક્કો: ત્યારબાદ 2006 પછીની સરકારોના પૂર્વ વડાપ્રધાનો અને હોદ્દેદારોની તપાસ થશે.

3. ત્રીજો તબક્કો: અંતે 1988 થી 2008 સુધી જાહેર પદ પર રહેલી વ્યક્તિઓની તપાસ કરાશે.

પંચના સભ્યોની પણ થશે તપાસ

આ પંચની પારદર્શિતા જાળવવા માટે પંચના હોદ્દેદારો અને કર્મચારીઓએ પણ તેમની નિમણૂકના 7 દિવસમાં સંપત્તિની વિગતો વડાપ્રધાન કાર્યાલયમાં જમા કરાવવી પડશે, જે જાહેર કરવામાં આવશે. પંચ કોઈ પણ સામાન્ય નાગરિક પાસેથી લેખિત, મૌખિક કે સોશિયલ મીડિયા દ્વારા ફરિયાદો સ્વીકારી શકશે.

સંપત્તિની તપાસ કેવી રીતે થશે?

વિગતોનું એકત્રીકરણ: તપાસ દરમિયાન આયોગ સૌથી પહેલા સંપત્તિની તમામ વિગતો એકઠી કરશે.

સ્ત્રોતનું વિશ્લેષણ: ત્યારબાદ તે સંપત્તિની કાયદેસરતા, તેના આવકના સ્ત્રોત અને તેમાં થયેલા વધારાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવશે.

અસામાન્ય વધારો: જો સંપત્તિમાં અસામાન્ય રીતે મોટો વધારો જોવા મળશે, તો તેની વધુ સઘન તપાસ હાથ ધરવામાં આવશે.

કોના પર વિશેષ ધ્યાન આપવામાં આવશે?

શંકાસ્પદ વ્યક્તિઓ: ખાસ કરીને એવા વ્યક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેમના પર ભૂતકાળમાં ભ્રષ્ટાચાર, વચેટિયાગીરી, શિસ્તભંગની કાર્યવાહી કે અન્ય ફરિયાદો થયેલી હોય.

ઉચ્ચ અગ્રતા ધરાવતા વિભાગો: ટેક્સ, જમીન અને ટ્રાફિક જેવા વિભાગો, જે સીધા જ જનતા સાથે સંકળાયેલા છે, તેમને તપાસમાં ઉચ્ચ અગ્રતા આપવામાં આવી છે.

તપાસ બાદની કાર્યવાહી

કાયદેસરની કાર્યવાહી: જો તપાસમાં ગેરકાયદેસર સંપત્તિની પુષ્ટિ થશે, તો સંબંધિત સંસ્થાને કાયદેસરની કાર્યવાહી કરવા માટે ભલામણ કરવામાં આવશે.

તબક્કાવાર રિપોર્ટ: આયોગ આ વખતે તબક્કાવાર રિપોર્ટ રજૂ કરશે. કોઈપણ એક વ્યક્તિની તપાસ પૂર્ણ થતાની સાથે જ સરકારને તેની ભલામણ મોકલી દેવામાં આવશે.

સમયમર્યાદા: સરકારને આ ભલામણ મળ્યાના 45 દિવસની અંદર કાર્યવાહી શરૂ કરવાની રહેશે.

કોઈપણ વ્યક્તિ ફરિયાદ કરી શકશે

ફરિયાદના માધ્યમો: આયોગ લેખિત, મૌખિક, ડિજિટલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદો સ્વીકારશે.

ગુપ્તતા: શરૂઆતમાં આયોગ 30 દિવસની સમયમર્યાદા સાથે ફરિયાદો મંગાવશે, જેમાં ફરિયાદ કરનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય સહયોગ: વિદેશમાં છુપાવેલી સંપત્તિની તપાસ માટે આયોગ રાજદ્વારી મિશન, ઇન્ટરપોલ અને અન્ય એજન્સીઓની પણ મદદ લઈ શકશે.