Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Nepal News: 24 hours of heavy rains in Nepal, airports, school-office closed, highway jam

Nepal news: નેપાળમાં 24 કલાક ભારે વરસાદે વિનાશ વેર્યો, એરપોર્ટ, શાળા-કચેરીઓ બંધ, હાઈવે જામ

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Nepal news: નેપાળમાં 24 કલાક ભારે વરસાદે વિનાશ વેર્યો, એરપોર્ટ, શાળા-કચેરીઓ બંધ, હાઈવે જામ
સોર્સ : GSTV

Nepal news: નેપાળમાં શુક્રવાર સાંજથી શરૂ થયેલી ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે સમગ્ર દેશનું જનજીવન ખોરવાઈ ગયું છે. સતત વરસાદના કારણે દેશની પરિવહન વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. દેશમાં એરપોર્ટ ઠપ થઈ ગયા છે, તો શાળાઓ અને ઓફિસો પણ બંધ કરી દેવાઈ છે. આ ઉપરાંત અનેક હાઈવે બ્લોક થવાના કારણે અનેક વાહન ચાલકો ફસાઈ ગયા છે.

App Store

ડઝનબંધ સ્થળોએ ભૂસ્ખલન
છેલ્લા 24 કલાકથી નેપાળમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પરિણામે અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટના બનતા નેશનલ હાઈવે બ્લોક થઈ ગયા છે, જેમાં સેંકડો વાહનો રસ્તામાં અટવાઈ ગયા છે. તંત્રએ સુરક્ષાને ધ્યાને રાખીને કાઠમંડુને જોડતા તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે અને આગામી ત્રણ દિવસ માટે કાઠમંડુ આવવા-જવા પર પ્રતિબંધ મૂક્યો છે. લોકોને પોતાના ઘરોમાં જ રહેવા અને બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે.

એરપોર્ટસ બંધ, ફ્લાઈટ્સ રદ
વરસાદના કારણે પરિસ્થિતિ એવી વણસી છે કે, દેશભરના એરપોર્ટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે. રાજધાની કાઠમંડુનું ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ બંધ કરવું પડ્યું છે. તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર આગામી બે દિવસ બંધ દેવાઈ છે. ડોમેસ્ટિક એરલાઈન્સ કંપનીઓએ પણ હવામાનમાં સુધારો ન થાય ત્યાં સુધી ફ્લાઇટ્સ રદ થવાની માહિતી આપી છે. કેટલાક એરપોર્ટના રનવે પર પાણી ભરાઈ ગયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.

રવિવાર અને સોમવારે જાહેર રજા
નેપાળ સરકારે ભારે વરસાદ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને રવિવાર અને સોમવાર એમ બે દિવસની જાહેર રજાની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલયે વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં આવેલી પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને રજા જાહેર કરી છે. હોસ્પિટલો સિવાય અન્ય તમામ સરકારી વિભાગોમાં રજા જાહેર કરી દેવાઈ છે.

નદીઓ પરના પુલો બંધ કરાયા, સેના એલર્ટ
સરકારે કાઠમંડુની તમામ નદીઓ પરના પુલો પરનો વાહનવ્યવહાર પણ સંપૂર્ણ બંધ કરી દીધો છે. પૂરના કારણે દરિયાકાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તમામ હેલિકોપ્ટર કંપનીઓને તાત્કાલીક મદદ કરવા માટે એલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે. સેનાના હેલિકોપ્ટરને કાઠમંડુ એરપોર્ટ પર તહેનાત કરી દેવાયા છે.