Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : 5-year-old girl dies in leopard attack in Mota Bhamodra village of Savarkundla

Amreli news: સાવરકુંડલાના મોટા ભમોદ્રા ગામે દીપડાના હુમલામાં 5 વર્ષની બાળકીનું મોત

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Amreli news: સાવરકુંડલાના મોટા ભમોદ્રા ગામે દીપડાના હુમલામાં 5 વર્ષની બાળકીનું મોત
સોર્સ : GSTV

Amreli news: ફરી એકવાર અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં ચારપગનો આતંક સામે આવ્યો છે. સાવરકુંડલાના મોટા ભમોદ્રા ગામે પરપ્રાંતીય મજૂરની 5 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં હતભાગી આ બાળકીનું કરુણ મોત થયું હતું. આ અંગેની જાણ થતા વન વિભાગ અને પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ હાથ ધરી હતી. દીપડાના હુમલાની ઘટનાથી પંથકમાં ભયનો માહોલ છે.

App Store

મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાનું તાલુકા મથક એવા સાવરકુંડલામાં આવેલા મોટા ભમોદ્રા ગામે મનોજભાઈ બડમતીયાની વાડીમાં કામ કરતા પરપ્રાંતીય ખેતમજૂરની 5 વર્ષની બાળકી પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં 5 વર્ષની બાળકીનું મોત થયું હતું. શેત્રુંજી નદી કિનારે આ દીપડાની હુમલાને લઈ આસપાસના વિસ્તારમાં ફફડાટ વ્યાપ્યો છે. આ અંગે પોલીસ અને વન વિભાગે ઘટનાસ્થળે આવી કાર્યવાહી હાથ ધરી હતી. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વંડા હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. 

દીપડાના હુમલા મામલે ધારી ગીર પૂર્વના DCFએ જણાવ્યું હતું કે, 'દીપડાના હુમલામાં બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીના મૃતદેહને પીએમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે દીપડાને પકડી પાડવા માટે વન વિભાગની ટીમે પાંજરા ગોઠવવાની કામગીરી કરી છે.'