Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : VIDEO: AAP leader Praveen Ram announces 9-day judicial march against false complaint in Keshod

VIDEO: કેશોદમાં ખોટી ફરિયાદના વિરોધમાં આપ નેતા પ્રવીણ રામે જાહેર કરી 9 દિવસની ન્યાયયાત્રા

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: જૂનાગઢ જિલ્લામાં આવેલા કેશોદ શહેરમાં ખોટી પોલીસ ફરિયાદના વિરોધમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આગામી નવ દિવસની ન્યાય યાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે. આ ન્યાયયાત્રા મારફત આમ આદમી પાર્ટીના કાર્યકરો કેશોદના લોકોનો ડોર ટુ ડોર જનસંપર્ક કરી આ ખોટી ફરિયાદ મુદે લોકો પાસેથી ન્યાય માંગશે ,તેમજ કેશોદ નગરપાલિકાના ભ્રષ્ટાચારો લોકો પાસેથી એકત્રિત કરવામાં આવશે તેમજ આમ આદમી પાર્ટીમાં રસ દાખવતા લોકોને પાર્ટીના સદસ્ય બનાવશે

App Store

 ખોટી ફરિયાદ મુદે અમારે ભાજપના ન્યાયની જરૂર નથી ,અમે લોકો પાસેથી ન્યાય લેવા જઈશું: પ્રવીણ રામ

ગઈકાલે આપ નેતા પ્રવીણ રામ, પીયૂષભાઈ પરમાર,બાલુભાઈ પરમાર, રાકેશભાઈ વણપરિયા,પ્રવિણભાઇ પટેલ,કિશોરભાઈ કોટેચા, બાલાભાઈ કાનગઢ, ફળદુભાઈ તેમજ દિલીપ જાસોલિયા પોલીસ સ્ટેશન ધરપકડ કરાવવા જતા પોલીસ ધરપકડ કરવાનો ઈનકાર કર્યો હતો.