Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : VIDEO: Heavy rain in Poshina of Sabarkantha district, increasing concerns of farmers

VIDEO: સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં ધોધમાર વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં નવરાત્રી પૂર્ણ થયાને પણ ત્રણથી ચાર દિવસ થવા આવ્યા છતાં હજી ચોમાસાએ સત્તાવાર વિદાય નથી લીધી. જ્યારે એકબાજું અરબ સાગરમાં 'શક્તિ' ચક્રવાત વાવાઝોડું સક્રિય થયું છે. જેના ભાગરૂપે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના લીધે મગફળીના પાક સામે ખતરો ઊભો થયો છે. 

App Store

સાબરકાંઠા જિલ્લાના પોશીના અને આસપાસના વિસ્તારમાં સવારથી પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેથી ખેડૂતોના જીવ તાળવે ચોટયા છે. ખેતરમાં ઊભા પાક લણણનીનો સમય થવા આવ્યો ત્યારે વરસાદે પાકનો સોથ વાળ્યો છે. બીજી તરફ ગુજરાતમાં પાછોતરો વરસાદ નુકસાન વધારી રહ્યો છે.