Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Hormuz will open and war will stop! Iran agrees to include nuclear issue in deal with US

હોર્મુઝ ખુલશે અને યુદ્ધ અટકશે! US સાથેની ડીલમાં ઈરાન પરમાણુ મુદ્દાને સામેલ કરવા સહમત

Timeછેલ્લું અપડેટ : 04 May 2026
લાઇવ ટીવીGoogle News
હોર્મુઝ ખુલશે અને યુદ્ધ અટકશે! US સાથેની ડીલમાં ઈરાન પરમાણુ મુદ્દાને સામેલ કરવા સહમત
સોર્સ : gstv

Iran-US Conflict : હોર્મુઝ જળમાર્ગમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે ઈરાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તેવર સામે નરમ પડ્યું હોવાની વિગતો સામે આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઈરાન પોતાની કેટલીક જૂની શરતોમાં ફેરફાર કરીને અમેરિકા સાથેની ચર્ચામાં પોતાના પરમાણુ કાર્યક્રમને સામેલ કરવા માટે સહમત થયું હોવાનો અહેવાલ સામે આવ્યો છે.

App Store

વાતચીતમાં પરમાણુ કાર્યક્રમને સામેલ કરવા ઈરાન રાજી

અલ અરેબિયા ઇંગ્લિશના અહેવાલ મુજબ તેહરાને યુરેનિયમ સંવર્ધનને અંદાજે 3.5 ટકા સુધી મર્યાદિત રાખવા અને પોતાના હાલના સંવર્ધિત યુરેનિયમના જથ્થાને ધીમે-ધીમે ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, ઈરાને અમેરિકા સાથેની વાટાઘાટોમાં પરમાણુ કાર્યક્રમને સામેલ કરવાનો અગાઉ ઈન્કાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે, તેઓ આ મુદ્દો પછીથી ઉઠાવશે, જોકે હવે ઈરાન માની ગયું હોવાની વાત સામે આવી છે.

યુરેનિયમ સ્ટોકને ધીમે-ધીમે ઓછો કરવાનો પ્રસ્તાવ

આ પહેલા એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રસ્તાવનો પ્રથમ તબક્કામાં હોર્મુઝમાં જહાજોની આવન-જાવન ફરી શરૂ કરવાનો અને અમેરિકાની નાકાબંધી ખતમ કરવાનો ઉલ્લેખ કરાયો હતો, જ્યારે પરમાણુની ચર્ચા પછીથી કરવાની માંગ કરી હતી. જોકે હવે સૂત્રોનું કહેવું છે કે, ઈરાન પરમાણુ કાર્યક્રમ પર ચર્ચા માટે તૈયાર થઈ ગયું છે અને તેણે યુરેનિયમ સંવર્ધનને 3.5 ટકા સુધી મર્યાદિત રાખવા તથા પોતાના હાલના સંવર્ધિત યુરેનિયમ સ્ટોકને ધીમે-ધીમે ઓછો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

હોર્મુઝ ક્યારે ખુલશે?

ફેરફારવાળા પ્રસ્તાવમાં એ પણ સામેલ છે કે, અમેરિકા દ્વારા નાકાબંધી હટાવવાના બદલામાં હોર્મુઝને તબક્કાવાર રીતે ફરીથી ખોલવામાં આવશે. આ ઉપરાંત તેહરાને આ ક્ષેત્રમાંથી અમેરિકી સૈનિકો પાછા ખેંચવાની પોતાની જૂની માંગ પણ પાછી ખેંચી લીધી છે. તેના બદલે હવે ઈરાન પોતાની સરહદોની આસપાસ અમેરિકી સેનાને હટાવવા અને ભવિષ્યમાં કોઈપણ હુમલા સામે આંતરરાષ્ટ્રીય ગેરંટીની માંગ કરી રહ્યું છે. આ માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેઓ યુદ્ધનો અંત લાવવા માટે ઈરાનના નવા પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા છે, પરંતુ તેમણે ઈરાન સાથે કોઈ કરાર થવાની શક્યતા પર શંકા પણ વ્યક્ત કરી હતી.