મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Video: કેન્યા સ્ટાર્વેશન કલ્ટ: સ્વર્ગનું સ્વપ્ન બતાવીને 190 બાળકોને ભૂખ્યા માર્યા, પાખંડી પાદરી દોષી જાહેર, 400 થી વધુ શબ મળ્યા

સોર્સ: gstv

કેન્યાની એક અદાલતે અંધશ્રદ્ધા અને ભૂખમરાથી સેંકડો લોકોનો જીવ લેનારા તથાકથિત પાદરી પોલ મેકેન્જી અને તેના ૨૮ સાથીઓને હત્યાના દોષી ઠેરવ્યા છે. મોમ્બાસા કોર્ટમાં આવેલા આ ચુકાદામાં ૧૯૦ બાળકો અને એક વયસ્ક વ્યક્તિના મોતના મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આરોપીએ પોતાના અનુયાયીઓને એવી ભ્રમણા આપી હતી કે કયામત આવે તે પહેલાં ભૂખ્યા રહીને પ્રાણ ત્યાગ કરવાથી તેમને સીધું સ્વર્ગ અને મોક્ષ મળશે. આ ભયાનક મામલો વર્ષ ૨૦૨૩માં ત્યારે સામે આવ્યો હતો, જ્યારે એક સ્થાનિક નાગરિકે શાકાહોલા જંગલમાં બાળકોના મોત અંગે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ હાથ ધરવામાં આવેલા સર્ચ અને ખોદકામ અભિયાનમાં સામૂહિક કબરમાંથી અત્યાર સુધીમાં ૪૦૦ થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તપાસ અને અદાલતી કાર્યવાહીમાં ખુલાસો થયો છે કે બાળકોને તેમના પરિવારજનોની સામે જ અલગ રાખીને ભૂખ્યા રહેવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા, જેના કારણે તરફડીને તેમનું મોત થયું હતું.

આ સમાચાર શેર કરો