Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Ecuadorian Intel chief, wife and 5 Americans die in helicopter crash in Kenya

કેન્યામાં હેલિકોપ્ટર ક્રેશ, ઇક્વાડોરના ઇન્ટેલ ચીફ, પત્ની અને ૫ અમેરિકનોનું દુર્ઘટનામાં મોત

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
કેન્યામાં હેલિકોપ્ટર ક્રેશ, ઇક્વાડોરના ઇન્ટેલ ચીફ, પત્ની અને ૫ અમેરિકનોનું દુર્ઘટનામાં મોત
સોર્સ : gstv

કેન્યામાં બુધવારે એક ભયાનક હેલિકોપ્ટર અકસ્માત (Helicopter Crash) સર્જાયો હતો. મધ્ય કેન્યાના સાંબુરુ કાઉન્ટીમાં (Samburu County) એક પ્રવાસી હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમાં સવાર તમામ 7 લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં ઈક્વાડોરના ઈન્ટેલિજન્સ ચીફ (Intelligence Chief) મિશેલ સેન્સી-કોન્ટુગી, તેમની પત્ની અને 5 અમેરિકન નાગરિકોનો સમાવેશ થાય છે.

App Store

કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટી (KCAA) અનુસાર, અકસ્માત બુધવારે સવારે નૈરોબીથી ઉત્તર તરફ આવેલા સાંબુરુ કાઉન્ટીમાં થયો હતો. હેલિકોપ્ટરે લોઈસાબા વાઈલ્ડલાઈફ રિઝર્વ (Loisaba Wildlife Reserve)થી ઉડાન ભરી હતી. આ હેલિકોપ્ટર પ્રવાસીઓને scenic flight માટે લઈ જઈ રહ્યું હતું.

દુર્ગમ વિસ્તારમાં થયો અકસ્માત

કેન્યા રેડ ક્રોસ (Kenya Red Cross) દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં ક્રેશ સાઇટ પર આગ અને ધુમાડો જોવા મળ્યો હતો. રેસ્ક્યૂ ટીમને ઘટનાસ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલ ભૂપ્રદેશ (Difficult Terrain)ના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન વિભાગ (AAID)ના ડિરેક્ટર ફ્રેડરિક કબુંગેએ જણાવ્યું કે હેલિકોપ્ટરમાં એક પાઇલટ અને 6 મુસાફરો સહિત કુલ 7 લોકો સવાર હતા. દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિ બચી શકી નહોતી.

સાંબુરુ કાઉન્ટીના પોલીસ ચીફ ડેવિડ ન્કોરોઈએ જણાવ્યું કે અંધારું થઈ જતાં અને ઘટનાસ્થળનો વિસ્તાર અત્યંત મુશ્કેલ હોવાથી રેસ્ક્યૂ અને સર્ચ ઓપરેશન (Search & Rescue Operation) બીજા દિવસ સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું.

ઈક્વાડોરના ઈન્ટેલિજન્સ ચીફનું પણ મોત

ઈક્વાડોરના ટ્રાન્સપોર્ટ મંત્રી રોબર્ટો લુકેએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં દેશના નેશનલ ઈન્ટેલિજન્સ સેન્ટર (National Intelligence Center)ના વડા મિશેલ સેન્સી-કોન્ટુગી અને તેમની પત્ની સ્ટેફનીનું પણ મોત થયું છે.

42 વર્ષીય સેન્સી-કોન્ટુગીને વર્ષ 2024માં ઈક્વાડોરના ઈન્ટેલિજન્સ સેન્ટરના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ઈક્વાડોરના રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆના નજીકના સહયોગી માનવામાં આવતા હતા. નોબોઆએ ડ્રગ કાર્ટેલ્સ (Drug Cartels) સામેની કાર્યવાહીમાં અમેરિકાની સાથે સહયોગ વધાર્યો છે.

5 અમેરિકન નાગરિકોના પણ મોત

અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે (US State Department) પુષ્ટિ કરી છે કે હેલિકોપ્ટર અકસ્માતમાં 5 અમેરિકન નાગરિકોના મોત થયા છે. જોકે, વિભાગે મૃતકોની ઓળખ જાહેર કરી નથી.

દરમિયાન, સ્પેનિશ ભાષાના બ્રોડકાસ્ટર ટેલિમુંડો (Telemundo)એ તેના ફ્લોરિડામાં કાર્યરત વરિષ્ઠ મેનેજર જોસ અલ્બર્ટો સુઆરેઝના મોતની પુષ્ટિ કરી છે. કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે સુઆરેઝના મોતથી તેઓ ખૂબ જ દુઃખી છે.

માઉન્ટ ઓલોલોકવે પાસે તૂટી પડ્યું હેલિકોપ્ટર

આ અકસ્માત માઉન્ટ ઓલોલોકવે (Mount Ololokwe)ની તળેટીમાં થયો હતો. અકસ્માત બાદ આકાશમાં કાળો ધુમાડો ઊઠતો જોવા મળ્યો હતો. આ પર્વત સાંબુરુ સમુદાય માટે પવિત્ર માનવામાં આવે છે અને તે લોકપ્રિય હાઈકિંગ ડેસ્ટિનેશન (Hiking Destination) પણ છે. અહીં પ્રવાસીઓ માટે હેલિકોપ્ટર ફ્લાયઓવર જેવી સેવાઓ પણ ઉપલબ્ધ છે.

હાલમાં હેલિકોપ્ટર કયા કારણોસર ક્રેશ થયું તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટીએ અકસ્માતની તપાસ (Investigation) શરૂ કરી છે. અધિકારીઓ હવે હેલિકોપ્ટરની ટેકનિકલ સ્થિતિ, હવામાન અને અકસ્માત પહેલાંની ઉડાન સંબંધિત વિગતોની તપાસ કરી રહ્યા છે.

નોંધનીય છે કે આ વર્ષે માર્ચમાં પણ પશ્ચિમ કેન્યામાં હેલિકોપ્ટર ક્રેશ થયો હતો, જેમાં એક સાંસદ સહિત 6 લોકોનાં મોત થયા હતા. હવે ફરી એક ગંભીર હેલિકોપ્ટર અકસ્માતે કેન્યામાં પ્રવાસી હવાઈ ઉડાનોની સુરક્ષા અંગે સવાલો ઊભા કર્યા છે.