Video: હોંગકોંગના એક્ટિવિસ્ટ જોશુઆ વોંગને ૧૦ વર્ષની જેલ, વિદેશી તાકાતો સાથે મિલીભગત પર થઈ સજા

હોંગકોંગના લોકશાહી સમર્થક આંદોલનનો વૈશ્વિક ચહેરો બનેલા જાણીતા એક્ટિવિસ્ટ જોશુઆ વોંગને ૧૦ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. જોશુઆ વોંગને શહેરના રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ વિદેશી તાકતો સાથે મિલીભગત કરવાના આરોપમાં આ સજા ફટકારવામાં આવી છે. વોંગ એ યુવાનોના જૂથમાં સામેલ હતા, જેના વિરોધ પ્રદર્શનને બીજિંગ દ્વારા ૨૦૨૦માં હોંગકોંગ પર લાદવામાં આવેલા વ્યાપક રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા હતા. હાઇકોર્ટના જજ વિલિયમ ટેમે સજા સંભળાવતા જણાવ્યું કે, સજા ગુનાની ગંભીરતા મુજબ જ હોવી જોઈએ. ૩૦ વર્ષીય વોંગ પર આરોપ હતો કે તેમણે દેશની બહાર રહેતા કાર્યકરો સાથે મળીને વિદેશી સરકારો અને સંગઠનોને ચીન વિરુદ્ધ પ્રતિબંધો લાદવા અને વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે ઉશ્કેર્યા હતા.
જાહેરાત





