'તેનો રેપ કર્યો...', એપસ્ટીન ફાઈલ્સમાં જ્યોર્જ બુશનું નામ આવતા વધી ચર્ચા, ચોંકાવનારા આક્ષેપો આવ્યા સામે

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ટ્રાન્સપરન્સી એક્ટ હેઠળ જેફ્રી એપસ્ટીન સાથે જોડાયેલા દસ્તાવેજોનો છેલ્લો હિસ્સો જાહેર કર્યો છે. જેમાં જ્યોર્જ બુશ પર ચોંકાવનારા આરોપો લગાવવામાં આવ્યા છે. જોકે, બુશનું નામ એપસ્ટીનના પર્સનલ લોગમાં નથી, પરંતુ તેમનું નામ એપસ્ટીનની એક કથિત પીડિતા દ્વારા NYPD (ન્યૂયોર્ક પોલીસ વિભાગ)માં કરવામાં આવેલી ફરિયાદમાં સામે આવ્યું છે. આ ફરિયાદ ડિટેક્ટિવ બ્યુરો ચાઇલ્ડ એક્સપ્લોઇટેશન યુનિટમાં નોંધાયેલી છે.
એપસ્ટીનની એક પીડિતાએ ઇન્ટરવ્યુમાં જ્યોર્જ બુશ-I સાથે જોડાયેલા ચોંકાવનારા આરોપો વિશે વાત કરી છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે આમાં કયા રાષ્ટ્રપતિ બુશની વાત થઈ રહી છે. હાલમાં આ મામલે કોઈ સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી નથી.
શું છે આરોપો?
આ વાતચીત ઇમેઇલ્સમાં નોંધાયેલી છે, જેમાં એપસ્ટીનની કથિત પીડિતાનું નિવેદન છે. તેણે લખ્યું છે કે, "થેંક્સ M. મને ખબર નહોતી કે બુશએ તેનો રેપ કર્યો હતો." આ ઉપરાંત પીડિતા સાથે જોડાયેલા અનેક દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં લખ્યું છે કે જ્યારે તે આ 'યોટ' (લક્ઝરી બોટ) પર હતી, ત્યારે તેણે આફ્રિકન અમેરિકન પુરુષોને સોનેરી વાળ વાળી મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધતા જોયા હતા. તેણે દાવો કર્યો કે તેણે બાળકોના ટુકડા થતા જોયા અને તેમના આંતરડા કાઢવામાં આવ્યા. તેણે આવા ઘણા ભયાનક દાવા કર્યા છે, પરંતુ આ માટેના કોઈ નક્કર પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.
શું છે એપસ્ટીન ફાઇલ્સ કેસ?
જેફરી એપસ્ટીન એક ફાઇનાન્સર હતો, જે તેની આંતરરાષ્ટ્રીય અને રાજકીય પહોંચ માટે જાણીતો હતો. તેની સામે તપાસની શરૂઆત વર્ષ 2005માં થઈ હતી, જ્યારે એક સગીર બાળકીના પરિવારે તેના પર આરોપ લગાવ્યો હતો કે એપસ્ટીનની હવેલીમાં તેનું જાતીય શોષણ થયું હતું.
ત્યારબાદ વર્ષ 2006માં અધિકારીઓએ તેના પર સગીરા સાથે ગેરકાયદેસર યૌન સંબંધ બાંધવાના અનેક આરોપો લગાવ્યા અને આ મામલો ગ્રાન્ડ જ્યુરીને સોંપવામાં આવ્યો હતો. જ્યુરીએ એપસ્ટીનને વેશ્યાવૃત્તિ માટે ઉકસાવવાના આરોપમાં પણ દોષિત ઠેરવ્યો હતો.

