Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 'Don't even look at the Panama Canal', small country threatens Trump

'પનામા નહેર સામું નજર પણ ના નાંખતા', ટ્રમ્પને નાનકડા દેશે આપી ધમકી

Timeછેલ્લું અપડેટ : 23 Dec 2024
લાઇવ ટીવીGoogle News
'પનામા નહેર સામું નજર પણ ના નાંખતા', ટ્રમ્પને નાનકડા દેશે આપી ધમકી

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પનામા નહેરને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પનામાથી થઈને પસાર થનાર અમેરિકી જહાજોથી અયોગ્ય શુલ્ક વસૂલવામાં આવી રહ્યું છે, જેને જોઈને લાગે છે કે હવે તેનું નિયંત્રણ પાછું અમેરિકાએ પોતાના હાથમાં લઈ લેવું જોઈએ પરંતુ ટ્રમ્પના આ નિવેદન બાદ હવે પનામાના રાષ્ટ્રપતિએ પ્રતિક્રિયા આપી છે.

App Store

આ પણ વાંચોઃ 'એલોન મસ્ક અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે છે?', ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ

પનામાના રાષ્ટ્રપતિ જોસ રાઉલ મુલિનોએ ટ્રમ્પની વાતો ફગાવતાં કહ્યું કે પનામાથી થઈને પસાર થનાર જહાજોથી લેવામાં આવતો શુલ્ક એક્સપર્ટ્સ તરફથી નક્કી છે. મુલિનોએ કહ્યું કે નહેરનો દરેક ભાગ પનામાનો છે અને આ આપણો જ રહેશે.

ટ્રમ્પે શું કહ્યું હતું?

ટ્રમ્પે કહ્યું હતું કે અમારી નૌસેના અને વેપારીઓની સાથે ખૂબ અયોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો છે. પનામા દ્વારા લેવામાં આવી રહેલી ફી હાસ્યાસ્પદ છે. આ પ્રકારની બાબતોને તાત્કાલિક બંધ કરવી જોઈએ જો પનામા ચેનલનું સુરક્ષિત, કુશળ અને વિશ્વસનીય રીતે સંચાલન નહીં થાય તો અમે માગ કરીશું કે પનામા નહેર અમને સંપૂર્ણરીતે પાછી આપવામાં આવે. ટ્રમ્પે કહ્યું કે જો નૈતિક અને કાયદેસર બંને સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે તો અમે માગ કરીશું કે પનામા નહેરને જેટલું શક્ય હોય તેટલું જલ્દી અમેરિકાને પાછું આપવામાં આવે.

પનામાનું મહત્ત્વ શું છે?

સમગ્ર દુનિયાની જિયોપોલિટિક્સમાં પનામા નહેરનું ખૂબ મહત્વ છે. આ 82 કિલોમીટર લાંબી નહેર એટલાન્ટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગરને જોડે છે. કહેવાય છે કે સમગ્ર દુનિયાનો છ ટકા સમુદ્રી વેપાર આ નહેરથી થાય છે. અમેરિકા માટે આ નહેરનું ખૂબ મહત્વ છે. અમેરિકાનો 14 ટકા વેપાર પનામા નહેર દ્વારા થાય છે. અમેરિકાની સાથે જ દક્ષિણ અમેરિકી દેશોનું મોટી સંખ્યામાં આયાત-નિકાસ પણ પનામા નહેર દ્વારા જ થાય છે. એશિયાથી જો કેરેબિયન દેશ માલ મોકલે છે તો જહાજ પનામા નહેરથી થઈને જ પસાર થાય છે. પનામા નહેર પર કબ્જો થવાની સ્થિતિમાં સમગ્ર દુનિયામાં સપ્લાય ચેન અવરોધવાનું જોખમ છે.

પનામા નહેરનું નિર્માણ વર્ષ 1881માં ફ્રાન્સે શરૂ કર્યું હતું, પરંતુ 1904માં અમેરિકાએ આ નહેરના નિર્માણની જવાબદારી સંભાળી અને 1914માં અમેરિકા દ્વારા આ નહેરના નિર્માણને પૂરું કરવામાં આવ્યું. તે બાદ પનામા નહેર પર અમેરિકાનું જ નિયંત્રણ રહ્યું, પરંતુ વર્ષ 1999માં અમેરિકાએ પનામા નહેરનું નિયંત્રણ પનામાની સરકારને સોંપી દીધું. હવે તેની વ્યવસ્થઆ પનામા કેનાલ ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે.