અમેરિકી રાજકારણમાં ‘દેશી ડંકો’: મિડટર્મ ચૂંટણીમાં ભારતીય મૂળના 5 ઉમેદવારો વિજેતા, યુએસ હાઉસમાં દબદબો યથાવત

અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણીમાં કેટલાક ભારતીય અમેરિકને મજબૂત દેખાવ કરતા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પાંચ બેઠક જીત્યા છે અને મેરીલેન્ડની લેફટનન્ટ ગવર્નર અરુણા મિલરે બીજી ટર્મ મેળવી છે. આ ઉપરાંત હજી પણ બીજા કેટલાય ભારતીય અમેરિકન ઉમેદવારો જે યુએસ કોંગ્રેસ, રાજ્યોની વિધાનસભા અને સ્થાનિસ સ્તરે ચૂંટણી લડયા છે તેમના પરિણામની રાહ જોવાઈ રહી છે. આવા વિજેતા બનેલા ભારતીય અમેરિકનની વિગત અહીં અપાઈ છે.
ડેમોક્રેટ પિયા દાંડિયા યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં ફ્લોરિડાાના ૨૨મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી રિપબ્લિકન કેસી એસ્કરને હરાવી જીતી છે. હાઇસ્કૂલની ભૂતપૂર્વ પ્રિન્સિપાલ અને શિક્ષક દાંડિયાનો જન્મ પામ બીચ ખાતે થયો હતો. તેના માબાપ ભારતથી આવેલા છે. આમ તે જાન્યુઆરીમાં શરુ થનારા નવા ગ્ગૃહમાં કોંગ્રેસની સૌથી નવી ભારતીયઅમેરિકન સભ્ય હશે.
સુહાસ સુબ્રમણ્યમ
ડેમોક્રેટિક સુહાસ સુબ્રમણ્યમ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં સળંગ બીજી ટર્મ ચૂંટાયા છે. તેમણે વર્જિનિયા ૧૦મી કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટની બેઠક રિપબ્લિક ડેવ બેકોવિથને હરાવી જાળવી રાખી છે. ટેક્સાસના હ્યુસ્ટનમાં જન્મેલા સુબ્રમણ્યન વકીલ અને ઉદ્યોગસાહસિક છે. તેમણે ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ સાથે કામ કરેલું છે અને પોતાના કારોબારની સ્થાપના કરી છે. ઓબામાના તંત્રમાં તે વ્હાઇટ હાઉસાના ટેકનોલોજી પોલિસી સહાલકાર તરીકે કામ કરી ચૂક્યા છે.
અમી બેરા
ડેમોક્રેટ પ્રતિનિધિ અમી બેરા ૬૧ વર્ષના છે અને તે કેલિફોર્નિયાના થર્ડ કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંરિપબ્લિકન રોબ ટકરને હરાવીને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ફરીથી ચૂંટાયા છે. તેઓ ફિઝિશિયનમાંથી રાજકારણી બન્યા છે. તેઓ યુએસ કોંગ્રેસમાં સૌપ્રથમ વખત ૨૦૧૨માં ચૂંટાયા હતા. તેઓ ચૂંટાયા તે પહેલા સાક્રામેન્ટો કાઉન્ટમાં ૧૯૯૯થી ૨૦૦૪ દરમિયાન ચીફ મેડિકલ ઓફિસર તરીકે કામ કરતા હતા.
રો ખન્ના
ડેમોક્રેટિક કોંગ્રેસમેન ૫૦ વર્ષના રો ખન્ના કેલિફોર્નિયાના ૧૭મા કોંગ્રેસનલ જિલ્લાલમાં ફરીથી ચૂંટાઈ આવ્યા છે. પેન્સિલ્વેનિયામાં ફિલાડેલ્ફિયા ખાતે જન્મેલા ખન્ના ભારતીય ઇમિગ્રન્ટ્સ માતાપિતાનું સંતાન છે. પિતા કેમિકલ એન્જિનિયર હતા. જ્યારે માતા સબસ્ટીટયુટ સ્કૂલ ટીચર હતા. ખન્નાના દાદા અમરનાથ વિદ્યાલંકાર ભારતની સ્વતંત્રતા ચળવળમાં બ્રિટિશ શાસનનો વિરોધ કરતાં ચાર વર્ષ જેલમાં જઈ આવ્યા હતા.
પ્રમિલા જયપાલ
ડેમોક્રેટિક કોંગ્રેસવુમલ પ્રમિલા જયપાલ વોશિંગ્ટનના સેવન્થ કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી ફરીથી ચૂંટાઈ છે. તેનો જન્મ ચેન્નાઈમાં ૧૯૬૫માં થયો હતો. જયપાલ ૧૬ વર્ષની હતી ત્યારે અમેરિકા આવી હતી. તેમણે નોર્થવેસ્ટર્ન યુનિ.માંથી એમબીએની ડિગ્રી મેળવી છે. તે સૌપ્રથમ વખત ૨૦૧૬માં ચૂંટાઈ હતી. તે અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટિટિવ્સમાં ચૂંટાનારી પ્રથમ સાઉથ એશિયન-અમેરિકન મહિલા છે.
અરુણા મિલર
ડેમોક્રેટ ૬૧ વર્ષની અરુણામિલર મેરીલેન્ડના ગવર્નર પદેે ફરીથી ચૂંટાઈ આવી છે. આ ઉપરાંત તે વેસમૂરેને પણ ગવર્નર છે. ભારતમાં આંધ્રમાં જનમેલી મિલર સાત વર્ષની હતી ત્યારે તેનું કુટુંબ અમેરિકા ગયુ હતુ. તેમણે મિસોરી યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી છે. તે ૨૦૧૦થી ૨૦૧૮ સુધી મેરીલેન્ડના ગૃહમાં ડિસ્ટ્રિક્ટ ૧૫નું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. તે રાજ્યમાં સૌપ્રથમ ચૂંટાયેલી ઇમિગ્રન્ટ ગવર્નર બની હતી.
સંદીપ શ્રીવાસ્તવ
ડેમોક્રેટિક ઉમેદવાર સંદીપ શ્રીવાસ્તવ ડેક્સાસ હાઉસ ડિસ્ટ્રિક્ટ ૬૬માંથી લડી રહ્યા છે. તેઓ ઉદ્યોગપતિ છે અને હાલમાં તે રિપબ્લિક ઉમેદવાર મેટ શાહીન સામે જીત્યા છે. તેમણે પાંચ ટર્મ સુધી તેમના વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યુ છે.
અમિષ શાહ
ફિઝિશિયન અને પૂર્વ સ્ટેટ રિપ્રેઝન્ટેટિવ અમિષ શાહ એરિઝોના ફર્સ્ટ કોંગ્રેસનલ જિલ્લામાં ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે જીત્યા છે. તે રિપબ્લિકન પાર્ટીના જે ફ્રીલી સામે ચૂંટણી લડી રહ્યા હતા. શાહ એરિઝોનાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાંથી ત્રણ વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. તેઓ અગાઉ ૨૦૨૪માં સ્કવેઇર્ટ સામે હારી ચૂક્યા હતા.
પૂજા સેઠી
ટેક્સાસ હાઉસ ૪૭ ઇલેકશમાં પૂજા શેઠીનો વિજય થયો છે. તેણે ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો હતો વ્યવસાય એટર્ની પૂજા સેઠી અગાઉ ટેક્સાસ વિધાનસભામાં ચીફ ઓફ સ્ટાફ તરીકે કામ કરતી હતી.
વિવેક રામાસ્વામી
ભારતીય મૂળના કેરલિયન અને ટ્રમ્પના કટ્ટર સમર્થક વિવેક રામાસ્વામી ગવર્નરની ચૂંટણીમાં ડેમોક્રેટ એમી એક્ટન સામે બે લાખથી પણ વધુ મતથી હારી ગયા હતા









