Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 'Deal with Iran but don't let it build nuclear bombs', US President Trump addresses UN

'ઈરાન સાથે ડીલ કરીશું પણ પરમાણુ બોમ્બ નહીં બનાવવા દઈએ', US રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પનું UNમાં સંબોધન

Timeછેલ્લું અપડેટ : 22 Sept 2026
લાઇવ ટીવીGoogle News
'ઈરાન સાથે ડીલ કરીશું પણ પરમાણુ બોમ્બ નહીં બનાવવા દઈએ', US રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પનું UNમાં સંબોધન
સોર્સ : Google

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં ભાષણ આપ્યું, જ્યાં તેઓએ 81મા UNGA સત્રને સંબોધિત કર્યું હતું. આ પહેલા તેમણે રશિયન પ્રમુખને યુદ્ધ સમાપ્ત કરવાનો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકાનું પુનરાગમન થઈ ચૂક્યું છે. અમારો દેશ આજે પહેલા કરતાં વધુ મજબૂત છે.

App Store

ઈરાનને નહીં બનાવવા દઈએ પરમાણુ બોમ્બ

ટ્રમ્પે કહ્યું, 'અમેરિકાએ પોતાની સેના પર છેલ્લા 12 મહિનામાં પહેલા કરતાં વધુ નાણાં ખર્ચ્યા છે. આ વખતે આ ખર્ચ 1.5 ટ્રિલિયન ડોલર થશે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે ડીલ કરીશું પરંતુ અમેરિકા ઈરાનને પરમાણુ બોમ્બ નહીં બનાવવા દે.

ઈરાન પર ટ્રમ્પના આકરા પ્રહાર

ટ્રમ્પે પોતાના સંબોધન દરમિયાન એકવાર ફરી ઈરાન પર આકરા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે કહ્યું કે, અરબ ક્ષેત્રમાં અશાંતિ માટે ઈરાન જવાબદાર છે. અમે પહેલા ઈરાન સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો હતો. અમે ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર બનાવવા દઈશું નહીં. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે ઈરાનમાં અત્યાર સુધીમાં 10 હજાર વિરોધ પ્રદર્શનકારીઓની હત્યા કરવામાં આવી ચૂકી છે. અમે ઈરાનના 159 વિમાનોને નષ્ટ કરી દીધા છે. ઈરાન નરકમાં જશે અથવા તો ડીલ કરશે. હવે ઈરાને પોતે જ મોટો નિર્ણય લેવાનો છે.

મિડ ટર્મ ચૂંટણી અંગે બોલ્યા ટ્રમ્પ

આ દરમિયાન ટ્રમ્પે મિડ ટર્મ ચૂંટણી અંગે વાત કરતા કહ્યું કે ઈરાન મુદ્દાની આના પર કોઈ અસર નહીં પડે, હા એ ચોક્કસ છે કે, ત્યારબાદ તેમની સાથે ડીલ થઈ શકે છે. આ સાથે ટ્રમ્પે ગાઝા અંગે પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ગાઝા પીસ બોર્ડમાં 30થી વધુ દેશો સામેલ છે. ગાઝાના પુનઃનિર્માણમાં અરબ દેશો પણ જોડાયેલા છે.

અમેરિકા આતંક સામે અડિખમઃ ટ્રમ્પ

ટ્રમ્પે પોતાના ભાષણમાં ઈરાનનો ઉલ્લેખ કરતા કહ્યું, 'ભલે ઈરાનને વિશ્વ માટે ખતરો બનતા પોતાની તાકાત વધારવા દેવામાં આવી હોય, પરંતુ વોશિંગ્ટને તેને આતંક ફેલાવવાથી રોકવા માટે મજબૂત પગલાં લીધાં છે. અમેરિકાએ ઈરાનને બેલિસ્ટિક મિસાઈલ શીલ્ડની આડમાં પરમાણુ બોમ્બ બનાવવાના પ્રયાસો કરતા રોક્યું છે. જો તેઓ સફળ થઈ ગયા હોત, તો તે દુષ્ટ શાસન હંમેશા માટે આતંક અને મોત ફેલાવવા માટે આઝાદ થઈ જાત.' ટ્રમ્પે કહ્યું, 'જો જરૂર પડશે તો અમેરિકા પોતાના મહત્વપૂર્ણ રાષ્ટ્રીય હિતોના (નેશનલ ઈન્ટરેસ્ટ) રક્ષણ માટે સૈન્ય તાકાતનો ઉપયોગ કરશે. બીજા લોકોએ માત્ર વાતો કરી છે, મેં કામ કરીને બતાવ્યું છે.' આ સિવાય ટ્રમ્પે ઉમેર્યું, 'બીજા લોકોએ શાંતિની વાતો કરી, મેં તેને વાસ્તવિકતા બનાવી છે.' ગત વર્ષે ફરીથી સત્તામાં આવ્યા બાદ ટ્રમ્પ પ્રશાસને ઈરાન અને વેનેઝુએલાની સરકારો પર પ્રહારો કર્યા છે. સાથે જ આફ્રિકા અને મિડલ ઈસ્ટમાં આતંકવાદ વિરોધી કાર્યવાહીના નામે અમેરિકી હુમલાઓને પણ ઝડપી બનાવ્યા છે.

અમેરિકી અર્થતંત્રથી દુનિયાને ઈર્ષ્યા: ટ્રમ્પ

ટ્રમ્પનું કહેવું છે કે, અમેરિકી અર્થતંત્રને જોઈને દુનિયાને ઈર્ષ્યા થાય છે. તેમનું કહેવું છે કે અમેરિકી સેના વિશ્વમાં સૌથી વધુ શક્તિશાળી છે. ટ્રમ્પે કહ્યું, 'આપણી ટેકનોલોજીનો કોઈ મુકાબલો નથી અને આપણે લગભગ દરેક ક્ષેત્રમાં સૌથી આગળ છીએ. આપણી ઉર્જાથી આખી દુનિયા ચાલી રહી છે.'

અમે શાંતિ સ્થાપી: ટ્રમ્પ

UNGAમાં ટ્રમ્પે કહ્યું કે જ્યાં બીજા લોકોએ શાંતિની માત્ર વાતો કરી છે, ત્યાં તેમણે શાંતિ સ્થાપીને બતાવી છે. તેમણે કહ્યું કે બીજા લોકોએ ખતરાઓને નજરઅંદાજ કર્યા છે, જ્યારે તેમણે આ ખતરાઓનો સામનો કર્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે બીજા લોકોએ માત્ર હિંમતની વાતો કરી છે, પરંતુ તેમણે હિંમત દર્શાવી છે.

UNGAમાં ભારત પણ કરશે સંબોધન

ટ્રમ્પ વૈશ્વિક સંકટો, અમેરિકી વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની કાર્યપ્રણાલી પર કડક અને સ્પષ્ટ સંદેશ આપી શકે છે. ટ્રમ્પ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલતા યુદ્ધને રોકવા અને એનર્જી સીઝફાયર (energy truce) ને લઈને પણ મોટી જાહેરાત કરી શકે છે. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 81મા સત્રમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર કરી રહ્યા છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર 26 સપ્ટેમ્બર 2026ના રોજ મહાસભાને સંબોધિત કરશે.