Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran has never lost a deal': Trump gets backlash for 6-year-old post

'ઈરાન ક્યારેય સમજૂતી હાર્યું નથી', 7વર્ષ અગાઉની પોસ્ટથી ટ્રમ્પ ફરી ઘેરાયા, G7 સમિટમાં બોલતી બંધ થઈ!

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
'ઈરાન ક્યારેય સમજૂતી હાર્યું નથી', 7વર્ષ અગાઉની પોસ્ટથી ટ્રમ્પ ફરી ઘેરાયા, G7 સમિટમાં બોલતી બંધ થઈ!
સોર્સ : GSTV

અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલું યુદ્ધ આખરે એક શાંતિ કરાર (MoU) સાથે સમાપ્ત થઈ ગયું છે. પરંતુ આ કરારને લઈને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ખુદ પોતાના જ જૂના નિવેદનને કારણે સવાલોના ઘેરામાં આવી ગયા છે. ફ્રાન્સમાં યોજાયેલી G7 શિખર સંમેલન દરમિયાન એક પત્રકારે ટ્રમ્પને તેમની જ વર્ષ 2020નો એક સોશિયલ મીડિયા પોસ્ટ યાદ અપાવી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે, 'ઈરાન ક્યારેય કોઈ યુદ્ધ જીત્યું નથી, પરંતુ તે ક્યારેય કોઈ સમજૂતી હાર્યું પણ નથી!'

App Store

G7 સમિટની લાઈવ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારે ઘેર્યા

ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં આયોજિત G7 પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ શાંતિ કરાર પર તીખા સવાલો કરવામાં આવ્યા હતા. ઓનલાઈન સામે આવેલા એક વીડિયો અનુસાર, પત્રકારે ટ્રમ્પને કહ્યું, 'જાન્યુઆરી 2020માં એક સમજદાર વ્યક્તિએ કહ્યું હતું કે ઈરાન ક્યારેય યુદ્ધ જીત્યું નથી, પરંતુ ક્યારેય વાતચીત (સમજૂતી) હાર્યું પણ નથી.' આ સાંભળીને ટ્રમ્પે અધવચ્ચે જ ટોકતા પૂછ્યું, 'આવું કોણે કહ્યું હતું?' ત્યારે પત્રકારે વળતો જવાબ આપ્યો કે, 'આ તમે જ કહ્યું હતું.'

ટીકાઓ સામે ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો બચાવ

પત્રકારે ટ્રમ્પને આગળ પૂછ્યું કે, 'તમેં અમેરિકાની શંકાશીલ જનતાને કેવી રીતે મનાવશો કે આ સમજૂતી અમેરિકા માટે જીત છે?' વાસ્તવમાં, આ શાંતિ કરારની ઘણી આલોચના થઈ રહી છે અને કેટલાક અમેરિકન સાંસદોનો તર્ક છે કે આ ડીલમાં ઈરાન પાસેથી કંઈ ખાસ હાંસલ કરવાના બદલે તેને વધુ પડતી છૂટછાટો આપી દેવામાં આવી છે. આ સવાલોના જવાબમાં ટ્રમ્પે મીડિયા પર નિશાન સાધતા પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે તર્ક આપ્યો કે આ કરારને ગમે તે દ્રષ્ટિકોણથી જોવામાં આવે, પણ ઈરાનને સૈન્ય મોરચે હારનો સામનો કરવો પડ્યો છે.

મીડિયા પક્ષપાત પર ટ્રમ્પનો કટાક્ષ

ટ્રમ્પે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, 'આ ઘણું મુશ્કેલ છે, કારણ કે મને ખબર છે કે જો હું આ યુદ્ધને હજુ ત્રણ-ચાર અઠવાડિયા વધુ ખેંચત, તો આ જ આલોચકો કહેત કે, મેં યુદ્ધને ખૂબ લાંબુ ખેંચી દીધું છે. જો ઈરાન સફેદ ઝંડો ફરકાવીને સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લેત અને એમ કહેત કે 'ડોનાલ્ડ ટ્રમ્પ અત્યાર સુધીના સૌથી મહાન પ્રમુખ છે, અમે હાર માનીએ છીએ', તો પણ આ મીડિયા તેને 'ઈરાનની શાનદાર જીત' તરીકે જ ચિતરત.'

શું હતી વર્ષ 2020નો એ વિવાદિત પોસ્ટ?

ડોનાલ્ડ ટ્રમ્પે 3 જાન્યુઆરી, 2020ના રોજ 'X' પર આ પોસ્ટ મૂકી હતી. તે સમયે ઈરાની જનરલ કાસિમ સુલેમાનીના માર્યા ગયા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. હવે ચાર મહિના સુધી ચાલેલા યુદ્ધ બાદ બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે, ત્યારે ટ્રમ્પના જ એ જૂના શબ્દો આજે તેમની સામે આવીને ઊભા રહી ગયા છે.