VIDEO: બાંગ્લાદેશમાં ભારત પ્રત્યેનો ક્રેઝ અકબંધ!
સોર્સ : gstv
જો કોઈને એવો વહેમ હોય કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ખટાશ અથવા બાંગ્લાદેશમાં પ્રવર્તતા ભારત વિરોધી સેન્ટિમેન્ટને કારણે સામાન્ય લોકોમાં ભારતનું આકર્ષણ ઓછું થઈ ગયું છે, તો તેમણે ઢાકામાં ભારતીય વિઝા સેન્ટર બહાર લાગેલી લાંબી કતારો જોઈ લેવી જોઈએ.બે વર્ષના લાંબા વિરામ બાદ ભારતે બાંગ્લાદેશી નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા શરૂ કરતાં જ ઢાકામાં ભારતીય વિઝા સેન્ટર બહાર કિલોમીટરો લાંબી લાઈનો લાગી છે! વિઝા સેવા શરૂ થયાના માત્ર ૨૪ કલાકમાં જ ૧.૪૦ લાખથી વધુ અરજીઓ મળતા સ્પષ્ટ થાય છે કે લોકોમાં ભારતનું આકર્ષણ જરાય ઘટ્યું નથી

