Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Chinese rocket system explodes before launch, killing 8 Cambodian soldiers

VIDEO: લોન્ચ પહેલા ચીની રોકેટ સિસ્ટમના કુરચેકુરચા ઊડ્યા, કંબોડિયાના 8 જવાનોના મોત

Timeછેલ્લું અપડેટ : 26 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : google

ચાઈનીઝ માલ 'ચલે તો ચાંદ તક નહીં તો રાત તક' એ કહેવત આજે સાચી ઠરી છે. પાકિસ્તાને ભલે ચીનના JF-17 થંડર ફાઈટર જેટને લિબિયાને વેચી ખાધા હોય પણ હકીકત એ છે ચાઈનીઝ હથિયારો પોલ હવે દુનિયા સામે ખૂલી ગઈ છે. જેનો જીવતો જાગતો દાખલો થાઈલેન્ડ-કંબોડિયા યુદ્ધમાં જોવા મળ્યો. જેમાં એક ચીની રોકેટ સિસ્ટમના કુરચેકુરચા ઊડી ગયા અને આઠ જેટલા સૈનિકો પણ મોતને ભેટયા છે.

App Store

ચીન નિર્મિત મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમમાં ધડાકો

સોશિયલ મીડિયા પર થાઈલેન્ડ-કંબોડિયા યુદ્ધનો એક વીડિયો વાયરલ છે, જેમાં કંબોડિયાઈ સેના એક મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમથી મિસાઈલ થાઈ સેના પર વરસાવી રહ્યા છે. રોકેટ સિસ્ટમમાંથી લગભગ અડધી ડઝન જેટલી મિસાઈલો છૂટયા પછી અચાનક બ્લાસ્ટ થાય છે અને દાવા પ્રમાણે આઠ જેટલા કંબોડિયાના સૈનિકોના મોત નીપજે છે. આ સિસ્ટમ કંબોડિયાએ ચીન પાસેથી ખરીદી છે જે PHL-81 તરીકે ઓળખાય છે.

ચીને રશિયામાંથી કરી હતી કોપી 

કંબોડિયાની સેના ચીનમાં નિર્માણ પામેલા  PHL-81 ટાઈપ રોકેટ સિસ્ટમનો ઉપયોગ કરે છે. 80ના દાયકામાં બનેલા રશિયન 'BM021 ગ્રેડ' મલ્ટિપલ રોકેટ સિસ્ટમનું કોપી વર્ઝન છે. ખાસ વાત એ છે ભારતીય સેના પણ આ પ્રકારના ગ્રેડવાળા MLRSને ઓપરેટ કરે છે, જે 20-22 સેંકડમાં 40 રોકેટ ફાયર કરી શકે છે. 

ચાઈનીઝ હથિયારો પર સવાલ

યુદ્ધ શરૂ થતાં જ કંબોડિયાએ થાઈલેન્ડને આ રોકેટ સિસ્ટમથી વાર કરવાની ધમકી આપી હતી. પણ ફાયરિંગ દરમિયાન ચીની MLRSનું સુરસુરિયું થઈ ગયું હતું. ત્યારે ચાઈનીઝ હથિયારો પર ફરી સવાલો ઊભા થઈ રહ્યા છે કે કારણ કે ઓપરેશન સિંદૂર વખતે ભારતે પાકિસ્તાન પર બ્રહ્મોસ મિસાઈલનો મારો કર્યો હતો. પણ ચીની  HQ-9 ડિફેન્સ સિસ્ટમ એક પણ બ્રહ્મોસ મિસાઈલને ડિટેક્ટ કરી શકી ન હતી.

પાકિસ્તાને લિબિયાને JF-17 ફાઈટર જેટ પધરાવી દીધા

હાલમાં જ પાકિસ્તાને ઉત્તર આફ્રિકાના દેશ લિબિયાને JF-17 ફાઈટર જેટ આપી એક સંરક્ષણ સોદો કર્યો છે. જેમાં પાકિસ્તાને દાવો કર્યો હતો કે આ ચીની વિમાનોએ ઓપરેશન સિંદૂરમાં ભારતના રાફેલ અને સુખોઈ જેવા ફાઈટર જેટ ધ્વસ્ત કર્યા હતા. પણ હકીકત એ છે કે આજ સુધી પાકિસ્તાને ભારતના ફાઈજેટને પાડી દીધું હોય તેવા કોઈ સબૂત દુનિયા સામે મૂક્યા નથી. એ વાત તો નક્કી છે કે ચીનનો રદ્દી માલ JF-17 લિબિયાને પધરાવી દેવામાં આવ્યો છે.