મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ફ્રાન્સમાં હિંસા અંગે ઈરાને ચેતવણી આપી; અરાગચીએ કહ્યું કે 'શ્રી મેક્રોન, હવે...'

ફ્રાન્સમાં હિંસા અંગે ઈરાને ચેતવણી આપી; અરાગચીએ  કહ્યું કે 'શ્રી મેક્રોન, હવે...'
આ સમાચાર સાંભળો

ફ્રાન્સમાં મોંઘવારી અને જાહેર સેવાઓની કથળેલી સ્થિતિને કારણે હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. અનેક શહેરોમાં આગચંપી, લૂંટફાટ અને તોડફોડની ઘટનાઓ સામે આવી છે, સાથે જ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચી દ્વારા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને ચેતવણી આપવામાં આવી છે.

પોતાના પર મુસીબત નોતરી રહ્યા છે 

ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીે લખ્યું, "શ્રી મેક્રોને ઈરાનીઓ વિરુદ્ધ આચરવામાં આવેલા અત્યાચારોને સમર્થન આપીને પોતાના પર મુસીબત નોતરી લીધી છે. તેમના જેવા લોકોએ જે સંઘર્ષને ભડકાવવામાં મદદ કરી, તે માટે હવે બીજાને દોષ આપવો ઘણો મોડો પડી ગયો છે. ફ્રાન્સની જનતા મૂળભૂત પરિવર્તનની માંગ કરી રહી છે—એક એવી માંગ જેમાં એકત્ર થવાનો અધિકાર પણ સામેલ છે. રાષ્ટ્રપતિજી, ફ્રાન્સના ભવિષ્યનો અવાજ સાંભળો."

રાષ્ટ્રપતિની જનતાને અપીલ 

વર્તમાન પરિસ્થિતિને જોતા, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને રવિવારે દેશવાસીઓને શાંતિ જાળવવા અપીલ કરી. ટેલિવિઝન પર દેશને સંબોધતા તેમણે કહ્યું કે, આ કૃત્યોને "કોઈપણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં કે માફ કરી શકાય નહીં." તેમણે સવાલ ઉઠાવ્યો કે ફ્રાન્સના નાગરિકો પોતાના જ દેશ વિરુદ્ધ આવા કૃત્યો કેવી રીતે કરી શકે છે.

તેમણે ભારપૂર્વક કહ્યું કે, શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓની માંગણીઓને હિંસા આચરનારા લોકોની હરકતો સાથે જોડીને જોવી જોઈએ નહીં. જોકે રાષ્ટ્રપતિ મેક્રોને કટોકટીની સ્થિતિ (સ્ટેટ ઓફ ઈમરજન્સી) જાહેર કરી નથી, પરંતુ તેમણે જણાવ્યું કે સ્થાનિક સત્તાવાળાઓને જરૂર જણાય તો અમુક પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકવાની સત્તા આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સમાં આ વિરોધ પ્રદર્શનોના સંબંધમાં લગભગ ૨,૪૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શનિવારે દેશભરના વિવિધ શહેરોમાં ૫,૦૦,૦૦૦થી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યાં હાજર મોટાભાગના લોકો શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.

આ સમાચાર શેર કરો