Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : China has now taken a tough stance regarding the rising tensions in the Middle East,

VIDEO: મધ્ય પૂર્વમાં વધતા તણાવને લઈને ચીને હવે કડક વલણ અપનાવ્યું, આંતરરાષ્ટ્રીય સમુદાયને કરી આ અપીલ!

Timeછેલ્લું અપડેટ : 08 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને લઈને ચીને કડક વલણ અપનાવ્યું છે. ચીનના વિદેશ મંત્રીએ રવિવારે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે તેઓ સૈન્ય કાર્યવાહીના બદલે રાજદ્વારી (ડિપ્લોમેસી) રસ્તો અપનાવે. તેમણે કહ્યું કે ઈરાન અને મિડલ ઈસ્ટના મુદ્દાઓને યોગ્ય રીતે ઉકેલવા જોઈએ.

App Store

એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ચીની વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે ઈરાન અને ખાડી દેશોની સંપ્રભુતા અને સુરક્ષાનું દરેક સંજોગોમાં સન્માન થવું જોઈએ. તેમણે તમામ પક્ષોને વહેલી તકે વાટાઘાટોના ટેબલ પર પાછા ફરવા વિનંતી કરી છે.

વિદેશ મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, 'ક્રાંતિના કાવતરાં રચવા અથવા શાસન પરિવર્તન (રિજીમ ચેન્જ)ના પ્રયાસોને કોઈ જનસમર્થન મળતું નથી.' ચીને અગ્રણી દેશોને આ સંકટ ઉકેલવામાં મદદ કરવાની સલાહ આપી છે.

પડોશી દેશો સાથે ડિપ્લોમેસી પર પણ બોલ્યા વાંગ યી

પડોશી દેશો સાથેના રાજદ્વારી સંબંધો પર વાત કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે ચીન ભવિષ્યમાં પોતાના પ્રયત્નોને વધુ તેજ કરવા તૈયાર છે. તેમણે ભરોસો આપતા કહ્યું, 'ચીન હંમેશા પ્રાદેશિક સુરક્ષા માટે એક એન્કર (બ્રિજ) સમાન રહ્યું છે.'

ટ્રમ્પની ચીન યાત્રા પર પણ આપી પ્રતિક્રિયા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત ચીન મુલાકાત અંગે પણ વાંગ યીએ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે ચીનનું વલણ હંમેશા હકારાત્મક અને ખુલ્લું રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ચીન અને અમેરિકા વચ્ચે સંવાદનો અભાવ માત્ર ગેરસમજ અને વધુ સંઘર્ષ પેદા કરશે. બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ સારા સંવાદ જાળવી રાખવા માટે સખત મહેનત કરી છે. તેમણે આ વર્ષને ચીન-અમેરિકા સંબંધો માટે એક મોટું વર્ષ ગણાવ્યું હતું.

સંબંધો સુધારવાનો પડકાર

વાંગ યીનું કહેવું છે કે બંને પક્ષોએ અવરોધો દૂર કરવાની જરૂર છે. તેમણે અમેરિકાને સલાહ આપી કે તે ચીન સાથે એક જ દિશામાં કામ કરે. તેમના મતે, 'હવે બંને પક્ષોએ તૈયારી કરવાની જરૂર છે, કારણ કે ઉચ્ચ સ્તરીય એજન્ડા પહેલાથી જ ટેબલ પર તૈયાર છે.'