Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : ChatGPT's one move and Google's billions in losses! Market value plummets in an instant

ChatGPTની એક ચાલ અને Googleને અબજોનો ઝટકો! માર્કેટ વેલ્યૂ એકઝાટકે ગગડી

Timeછેલ્લું અપડેટ : 24 Oct 2025
લાઇવ ટીવીGoogle News
ChatGPTની એક ચાલ અને Googleને અબજોનો ઝટકો! માર્કેટ વેલ્યૂ એકઝાટકે ગગડી
સોર્સ : GSTV

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રની અગ્રણી કંપની OpenAI એ તાજેતરમાં જ પોતાનું AI-સંચાલિત વેબ બ્રાઉઝર 'ChatGPT Atlas' લોન્ચ કર્યું છે. બજારમાં આવતાની સાથે જ આ બ્રાઉઝરે ગૂગલ માટે મુશ્કેલીઓ ઊભી કરવાનું શરૂ કરી દીધું છે. 

App Store

OpenAI દ્વારા આ અઠવાડિયે લોન્ચ કરાયેલા આ બ્રાઉઝરના બીજા જ દિવસે ગૂગલની પેરેન્ટ કંપની Alphabetના શેરમાં મોટો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે કંપનીનું માર્કેટ વેલ્યુએશન લગભગ 150 અબજ ડોલર (આશરે ₹13,188 અબજ) ઘટી ગયું હતું.

ક્રિપ્ટિક લોન્ચ અને લાઇવ ડેમો: 

શરૂઆતમાં OpenAI એ એક 6 સેકન્ડનો ક્રિપ્ટિક વીડિયો પોસ્ટ કરીને બ્રાઉઝરની ઝલક આપી હતી. ત્યારબાદ, કંપનીના CEO સૈમ ઓલ્ટમેન દ્વારા લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા આ વેબ બ્રાઉઝરને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓલ્ટમેને જણાવ્યું કે, "આ એક અત્યંત દુર્લભ ક્ષણ છે, જ્યારે આપણને બ્રાઉઝર શું કરી શકે છે, તેના પર પુનર્વિચાર કરવાની તક મળી છે."

માર્કેટ પર તાત્કાલિક અસર: 

OpenAIના આ નવા AI બ્રાઉઝરની અસર બજારમાં તરત જ જોવા મળી. લોન્ચ થયાના એક કલાકની અંદર જ મંગળવારે Alphabetના શેર 4.8% તૂટી ગયા હતા. જોકે, બજાર બંધ થતાં સુધીમાં શેરે થોડી રિકવરી કરી અને અંતે 2.4% ઘટીને 250.46 ડૉલરના સ્તરે બંધ થયા હતા. આ ઘટાડાને કારણે કંપનીના માર્કેટ કેપિટલાઇઝેશનમાં મોટો ફટકો પડ્યો હતો. હાલમાં Alphabet નું કુલ માર્કેટ કેપ 3.05 ડૉલર ટ્રિલિયન અમેરિકી ડૉલર છે. OpenAI આ AI બ્રાઉઝરને ક્રાંતિકારી ગણાવી રહી છે, એટલે કે તે માત્ર ગૂગલ ક્રોમનો સ્પર્ધક નહીં, પરંતુ તેનાથી અનેકગણું આગળ છે.

મુખ્ય વિશેષતાઓ:

હાલમાં, આ AI બ્રાઉઝર માત્ર Mac OS પર ઉપલબ્ધ છે, પરંતુ ટૂંક સમયમાં તે મોબાઇલ અને વિન્ડોઝ પર પણ આવશે. Atlasમાં ChatGPT સીધું વેબ પેજમાં જ ઇન્ટિગ્રેટ (સંકલિત) કરવામાં આવ્યું છે, જેથી યુઝર્સને સર્ચ કરતી વખતે ટેબ બદલવાની જરૂર નહીં પડે.
બ્રાઉઝરનું સૌથી ખાસ ફીચર 'એજન્ટ મોડ' છે, જેમાં AI યુઝર વતી કામ કરવાનું શરૂ કરે છે. આ મોડમાં AI યુઝરના કીબોર્ડ અને કર્સરને નિયંત્રિત કરીને ફ્લાઇટ ટિકિટ બુક કરવાથી લઈને કોઈપણ પ્રોડક્ટ વિશે સર્ચ કરવા જેવા તમામ કાર્યો પૂર્ણ કરી શકે છે. યુઝરે માત્ર એક કમાન્ડ આપવાનો રહેશે.