મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ચંદ્રયાન ફરી થયું જીવંત, ફોટા મોકલવાનું શરૂ કરતા નિષ્ણાંતો પણ ચોંક્યા

જાપાનના મૂન સ્નાઈપર લેન્ડરે ત્રીજી વખત અવરોધોનો સામનો કર્યો છે અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોર

ચંદ્રયાન ફરી થયું જીવંત, ફોટા મોકલવાનું શરૂ કરતા નિષ્ણાંતો પણ ચોંક્યા

જાપાનના મૂન સ્નાઈપર લેન્ડરે ત્રીજી વખત અવરોધોનો સામનો કર્યો છે અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીના જણાવ્યા અનુસાર, તે આવી વિષમ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યું ન હતું.

ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ભારતના ચંદ્રયાન-3ને મોટી સફળતા મળી હતી જ્યારે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું. દુનિયાભરમાંથી ઈસરોની પ્રશંસા થઈ હતી. આ પછી જાપાને તેનું ચંદ્ર મિશન શરૂ કર્યું હતું. જો કે, લેન્ડિંગ બરાબર રીતે થયું ન હતું, જેના કારણે એવું માનવામાં આવતું હતું કે જાપાનનું ચંદ્રયાન ચંદ્ર પર વધુ સમય ટકી શકશે નહીં, પરંતુ ત્રીજી વખત ચંદ્રયાને ચમત્કાર કરી બતાવ્યો છે. જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીના જણાવ્યા અનુસાર, તેનું સ્નાઈપર લેન્ડર એટલે કે જાપાનનું ચંદ્રયાન ત્રીજી વખત જીવંત થયું છે. તેને તસવીરો પણ મોકલી છે. ચંદ્ર પર 14 દિવસ સુધી અંધકાર રહે છે અને તાપમાન ખૂબ નીચું હોવાને કારણે ચંદ્ર મિશન લાંબા સમય સુધી ચાલવાની અપેક્ષા નથી.

વિષમ પરિસ્થિતિઓ માટે બનાવવામાં આવ્યું ન હતું

નાસા અનુસાર જ્યારે ચંદ્ર પર રાત પડે છે ત્યારે ત્યાંનું તાપમાન માઈનસ 208 ડિગ્રી ફેરનહીટ (માઈનસ 133 ડિગ્રી સેલ્સિયસ) થઈ જાય છે. સીએનએનના અહેવાલ મુજબ, જાપાનના મૂન સ્નાઈપરની ચંદ્ર પરના અંધકારમાં બચવાની અપેક્ષા નહોતી. જાપાનનું ચંદ્રયાન રોબોટિક વાહન જેને ચંદ્રની તપાસ માટે SLIM અથવા સ્માર્ટ લેન્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આ વર્ષે 19 જાન્યુઆરી 2024એ ચંદ્રની સપાટી પર પ્રથમ વખત ઉતર્યું હતું.

જાપાન ચંદ્ર પર ઉતરનાર પાંચમો દેશ બન્યો

આ વર્ષની શરૂઆતમાં જ્યારે જાપાનનું ચંદ્રયાન ચંદ્ર પર ઉતર્યું ત્યારે તે ચંદ્ર પર ઉતરનાર વિશ્વનો પાંચમો દેશ બન્યો હતો. અવકાશયાન ચંદ્ર વિષુવવૃત્તની નજીકના વિસ્તાર શિઓલી ક્રેટર પાસે ઉતર્યું હતું, જે ચંદ્ર પર દક્ષિણે લગભગ 200 માઇલ (322 કિલોમીટર) દૂર હતું, જ્યાં એપોલો 11 એ સૌપ્રથમ ચંદ્ર પર માણસને ઉતાર્યો હતો. લેન્ડિંગ દરમિયાન, જાપાનના અવકાશયાનમાં ખામી સર્જાઈ હતી અને તેની સૌર પેનલ સીધી થવાને બદલે પશ્ચિમ તરફ હતી અને વીજળી ઉત્પન્ન કરવા માટે જરૂરી સૂર્યપ્રકાશ પ્રાપ્ત કરી રહી ન હતી. લેન્ડર બંધ થતા પહેલા તેની પાસે તસવીરો મોકલવા માટે પૂરતી ઊર્જા નહતી. જાપાનમાં મિશન ટીમને આશા હતી કે એકવાર સૂર્યપ્રકાશ ફરીથી સૌર પેનલ્સ સુધી પહોંચશે અને અવકાશયાન ફરીથી જીવંત થઈ શકશે.

આ સમાચાર શેર કરો