Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : At your service, Sayyid Mojtaba 'signed' a missile and threw it at Israel

'તમારી સેવામાં મોજતબા...', ઈરાનના નવા સુપ્રીમોએ મિસાઈલ ઉપર ‘સહી’ કરીને ઈઝરાયેલ પર ફેંકી

Timeછેલ્લું અપડેટ : 10 Mar 2026
લાઇવ ટીવીGoogle News
'તમારી સેવામાં મોજતબા...', ઈરાનના નવા સુપ્રીમોએ મિસાઈલ ઉપર ‘સહી’ કરીને ઈઝરાયેલ પર ફેંકી
સોર્સ : google

અલી ખામેનેઈના પુત્ર મોજતબાએ ઇરાનના સર્વોચ્ચ નેતાનું પદ સંભાળતા જ પોતાના તેવર દેખાડવાનું શરૂ કર્યું છે. સત્તા સંભાળ્યા બાદ પહેલો હુમલો ઇઝરાયલ સામે હતો. ઈરાનના નવા સર્વોચ્ચ નેતાએ ઇઝરાયલ પર નિશાન સાધતા મિસાઇલ પર એક મેસેજ લખીને હસ્તાક્ષર કર્યા.

App Store

અહેવાલો અનુસાર, મોજતબા ખામેનેઈએ તેમની નિમણૂંકના થોડા કલાકો પછી જ ઇઝરાયલ પર પોતાનો પહેલો હુમલો કર્યો. 56 વર્ષીય મોજતબાને રવિવારે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

મોજતબાએ મિસાઇલ પર શું લખ્યું

સત્તા ઉપર આવ્યા પછી ઈઝરાયેલ અમેરિકાને ધમકીભર્યો મેસેજ આપતા મિસાઈલ ઉપર હસ્તાક્ષર કરેલો ફોટો જાહેર કર્યું છે. મિસાઇલ પર લખ્યું હતું, "સૈયદ મોજતબા, તમારી સેવામાં." આમ કરીને ઈરાનના નવા સર્વોચ્ચ નેતાએ ઇઝરાયલ અને અમેરિકાને તેમના ઇરાદાઓનો સંકેત આપ્યો છે. મિસાઇલ પર મોજતબાના હસ્તાક્ષરનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અલી ખામેનેઈના મૃત્યુ પછી ગાદી સંભાળી

અમેરિકા - ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં ઈરાનના સુપ્રીમો અલી ખામેનેઈના મૃત્યુ થયા બાદ મોજતબાની નિયુક્તિ થઈ છે. જણાવી દઈએ કે, 28 ફેબ્રુઆરીના રોજ ઇઝરાયલી હવાઈ હુમલામાં તેમનું મોત થયું તું. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અને રાજકીય પરિષદ, એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સે નવા નેતા પ્રત્યે વફાદારીન પ્રતિજ્ઞા લીધી છે.

ટ્રમ્પે પહેલાથી જ મોજતબાને નકારી કાઢ્યા હતા. ઇઝરાયલે પણ ધમકી આપી હતી કે જે પણ નેતાને પસંદ કરવામાં આવશે તેને મોતને ઘાટ ઉતારીશું. ઇઝરાયલે તાજેતરમાં ઈરાન પર તેના હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે, તેના તેલ અને ઉર્જા માળખાને નિશાન બનાવીને હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈરાનના નવા સુપ્રીમ લીડરે મિસાઇલ પર હસ્તાક્ષર કરીને એક રીતે ઇઝરાયલની ધમકીનો જવાબ આપ્યો છે.