Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : america's premeium gold card visa

VIDEO: અમેરિકાના પ્રિમિયમ ગોલ્ડ કાર્ડ વિઝા, જાણો કોણ છે પ્રથમ ખરીદદાર અને કોણ તેને મેળવી શકશે

Timeછેલ્લું અપડેટ : 04 Apr 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO: અમેરિકાના પ્રિમિયમ ગોલ્ડ કાર્ડ વિઝા, જાણો કોણ છે પ્રથમ ખરીદદાર અને કોણ તેને મેળવી શકશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે (4 એપ્રિલ) ગોલ્ડ કાર્ડ વિઝાની ઝલક દેખાડી મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ‘આ કાર્ડ બે સપ્તાહની અંદર જ વેચાણ માટે ઉપલબ્ધ થઈ જશે.’ ટ્રમ્પના ગોલ્ડ કાર્ડની કિંમત 50 લાખ ડૉલર એટલે કે 42 કરોડ 53 લાખ રૂપિયા છે. કોઈપણ વ્યક્તિ આ રકમ ચૂકવીને અમેરિકાની નાગરિકતા મેળવી શકે છે.

App Store

હું ગોલ્ડ કાર્ડનો પ્રથમ ખરીદદાર છું : ટ્રમ્પ

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, પ્રથમ ગોલ્ડ કાર્ડ કોણે ખરીદ્યું છે, તો તેમણે કહ્યું કે, ‘હું પ્રથમ ખરીદદાર છું.’ તેમણે ગોલ્ડ કાર્ડ લહેરાવતા કહ્યું કે, ‘50 લાખ ડૉલર આપ્યા બાદ આ કાર્ડ તમારુ થઈ શકે છે. તમને આ કાર્ડ બે સપ્તાહની અંદરમાં મળી શકશે. તમે આ કાર્ડ લેવા માટે ઉત્સાહિત છો ને?’ ગોલ્ડ કાર્ડ પર ટ્રમ્પની તસવીર છપાયેલી છે અને તે સોનેરી રંગનું છે.

VIDEO : પ્રથમ ‘ગોલ્ડ વિઝા’ કોણે ખરીદ્યું? ટ્રમ્પે કાર્ડ બતાવી આપ્યો જવાબ, જાણો ક્યારથી ખરીદી શકશો 2 - image

ગોલ્ડ કાર્ડ યોજના જાહેર કરી 

ટ્રમ્પે અગાઉ જાહેરાત કરી હતી કે, જે લોકોને અમેરિકન નાગરિકતા જોઈએ છે તેમણે 50 લાખ ડોલર (લગભગ 43 કરોડ 53 લાખ રૂપિયા) ખર્ચવા પડશે. તેને 'ગોલ્ડ કાર્ડ' સ્કીમ નામ આપવામાં આવ્યું છે. આ ગોલ્ડ કાર્ડ ગ્રીન કાર્ડનું પ્રીમિયમ વર્ઝન છે. ગોલ્ડ કાર્ડ પ્રાપ્ત કર્યા પછી વ્યક્તિને ગ્રીન કાર્ડ કરતાં વધુ વિશેષ અધિકારો તો મળશે જ, તેની સાથે અમેરિકામાં રોકાણ કરવાની અને નાગરિકતા મેળવવાની તક પણ મળશે. ભવિષ્યમાં આ રીતે  10 લાખ કાર્ડ ઈશ્યૂ કરવામાં આવશે.

1000 ગોલ્ડ કાર્ડ વેચાયા

વાણિજ્ય સચિવ હાર્વર્ડ લુટનિકે કહ્યું કે, આ યોજના હેઠળ 26 માર્ચે એક જ દિવસમાં 1,000 ગોલ્ડ કાર્ડ વેચાયા છે, જેનાથી સરકારને કુલ 5 અબજ ડોલર (અંદાજે રૂ. 43,000 કરોડ)ની આવક થઈ છે. લુટનિકે ઓલ-ઈન પોડકાસ્ટમાં આ માહિતી આપી હતી. આ વિચાર ટ્રમ્પને રોકાણકાર જોન પોલસન સાથેની એક બેઠકમાં આવ્યો હતો. ત્યાર પછી તેમને આ પ્રોગ્રામ લાગુ કરવાની રીત શોધવાની જવાબદારી સોંપાઈ હતી. ગોલ્ડ કાર્ડ જૂના ગ્રીન કાર્ડની જગ્યા લેશે અને તેની સાથે અમેરિકામાં સ્થાયી રોકાણ મળશે. આ કાર્ડધારકને અમેરિકામાં હંમેશા રહેવાની મંજૂરી મળશે અને લોકો પાસે અમેરિકાની નાગરિક્તા લેવાનો પણ વિકલ્પ હશે.’

કાર્ડથી અમેરિકાને 50 અબજ ડોલરની આવક થશે

ટ્રમ્પનું માનવું છે કે ગોલ્ડ કાર્ડના વેચાણથી અમેરિકાને 50 અબજ ડોલર એટલે કે અંદાજે રૂ. 4.3 લાખ કરોડની આવક થશે. આ રકમ અમેરિકાનું રાષ્ટ્રીય દેવું અને નાણાંકીય ખાધ ઘટાડવામાં મદદરૂપ થશે. આ પ્રોગ્રામ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિનો ભાગ છે.

આ યોજનાનું લક્ષ્ય શું?

ટ્રમ્પે ઓવલ ઓફિસમાં વાણિજ્ય સચિવ હોવર્ડ લ્યુટનીક સાથે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતી વખતે કહ્યું કે આ યોજનાનો ધ્યેય વિશ્વભરના અમીર લોકોને અમેરિકા તરફ આકર્ષવાનો છે, જેનાથી દેશમાં નોકરીની તકો વધશે. ટ્રમ્પે કહ્યું કે "અમે ગોલ્ડ કાર્ડ વેચવા જઈ રહ્યા છીએ. અમે તે કાર્ડની કિંમત લગભગ 5 મિલિયન ડૉલર રાખીશું. હાલમાં તમારી પાસે ગ્રીન કાર્ડ છે અને આ એક ગોલ્ડ કાર્ડ છે. તેની કિંમત લગભગ 5 મિલિયન ડૉલર જેટલી હશે અને તે તમને ગ્રીન કાર્ડ જેવા જ વિશેષાધિકારો આપશે. ટ્રમ્પે કહ્યું કે, ‘આનાથી નાગરિકતાનો નવો માર્ગ ખુલશે. શ્રીમંત લોકો આ કાર્ડ ખરીદીને અમેરિકા આવશે, અહીં રોકાણ કરશે અને ઘણી નોકરીઓનું સર્જન કરશે.’

 

ટોપિક્સ:usadonald-trump