Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : America's new move to find Mojtaba Khamenei! Know, what is Trump's 'Rewards for Justice' program?

VIDEO: મોજતબા ખામેનેઈને શોધવા માટે અમેરિકાની નવી ચાલ! જાણો, શું છે ટ્રમ્પનો 'રિવોર્ડ્સ ફોર જસ્ટિસ' પ્રોગ્રામ?

Timeછેલ્લું અપડેટ : 14 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધમાં હાલ ભારે તણાવ જોવા મળી રહ્યો છે. ઈરાન નમતું જોખવા તૈયાર નથી તેવામાં અમેરિકન વિદેશ વિભાગે તેના 'રિવોર્ડ્સ ફોર જસ્ટિસ' કાર્યક્રમ હેઠળ એક મોટી જાહેરાત કરી છે. જે મુજબ ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ સહિત અનેક વરિષ્ઠ ઈરાની નેતાઓ વિશે માહિતી આપનારને 10 મિલિયન ડોલર (આશરે 83 કરોડ રૂપિયાથી વધુ) સુધીનું ઈનામ આપવાનું એલાન કર્યું છે. આ સાથે અમેરિકાએ IRGC સંબંધિત ઈરાની નેતાઓને આંતકવાદી ઘોષિત કર્યા છે. 

App Store

નીચે મુજબના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના નેતાને અમેરિકાએ આંતકવાદી ઘોષિત કર્યા

-મોજતબા ખામેનેઈ (Mojtaba Khamenei): સર્વોચ્ચ નેતા (Supreme Leader)

-અલી અસગર હેજાઝી (Ali Asghar Hejazi): ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ

-મેજર જનરલ યાહ્યા રહીમ સફાવી (Maj. Gen. Yahya Rahim Safavi): લશ્કરી સલાહકાર

-અલી લારીજાની (Ali Larijani): સલાહકાર અને સુરક્ષા પરિષદના સચિવ

-બ્રિગેડિયર જનરલ એસ્કાંદર મોમેની (Brig. Gen. Eskandar Momeni): ગૃહ મંત્રી

-ઈસ્માઈલ ખાતિબ (Esmail Khatib): ગુપ્તચર અને સુરક્ષા મંત્રી (MOIS)

-IRGC કમાન્ડર

-ડિફેન્સ કાઉન્સિલના સેક્રેટરી

મોજતબા છે ક્યાં ?

અમેરિકા ઈઝરાયલના હુમલામાં અલી ખામેનેઈના મોત બાદ આંતરરાષ્ટ્રીય મંચ પર હાલ એક પ્રશ્ન ઘૂંટાઈ રહ્યો છે કે, પુત્ર અને સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ છે ક્યાં? તેમની તંદુરસ્તી કેવી છે? 2 દિવસ પહેલા દરમિયાન ઈરાની અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તેઓ સુરક્ષિત અને સ્વસ્થ છે. ઈરાનના પ્રમુખ મસૂદ પેજેશક્યિનના પુત્ર અને સરકારી સલાહકાર યુસુફ પેજેશકિયનને ટેલિગ્રામ ઉપર એક સંદેશામાં કહ્યું કે મોજતબા ઘાયલ થયા હોવાની અફવાઓને પુષ્ટિ આપવાના પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ તે બધા વ્યર્થ છે. તેઓને કોઈ ગંભીર નુકસાન થયું નથી. બીજી તરફ ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોશદના અધિકારીઓએ દાવો કર્યો હતો કે, મોજતબા ગંભીર રીતે ઘવાયા છે. આમ મોજતબા ખામેનેઈની ફરતું રહસ્ય વધુને વધુ ઘૂંટાતું જાય છે. તેવામાં અમેરિકાએ આંતકવાદી ઘોષિત કરી બાતમી માટે ઈનામ જાહેર કરતાં નવા સુપ્રીમ લીડર પર સંકટના વાદળો ઘેરાયા છે.

શું છે 'રિવોર્ડ્સ ફોર જસ્ટિસ' પ્રોગ્રામ?

અમેરિકાનો આ કાર્યક્રમ વિશ્વભરમાં એવા વ્યક્તિઓની ધરપકડ કરવામાં અથવા તેમની માહિતી મેળવવામાં મદદ કરે છે જેઓ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો માનવામાં આવે છે. આ વખતે રૂપિયાની મોટી લાલચ આપીને ઈરાનના ટોચના નેતૃત્વને અમેરિકાએ નિશાન બનાવ્યું છે.