Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : America's 'massive strike' on Iran: Dropped a 5000 pound bunker buster bomb

ઈરાન પર અમેરિકાનો 'મહાપ્રહાર': 5000 પાઉન્ડનો બંકર બસ્ટર બોમ્બ ઝીંક્યો, હોર્મુઝ ખોલાવવા ટ્રમ્પ એકલા હાથે મેદાને!

Timeછેલ્લું અપડેટ : 18 Mar 2026
લાઇવ ટીવીGoogle News
ઈરાન પર અમેરિકાનો 'મહાપ્રહાર': 5000 પાઉન્ડનો બંકર બસ્ટર બોમ્બ ઝીંક્યો, હોર્મુઝ ખોલાવવા ટ્રમ્પ એકલા હાથે મેદાને!
સોર્સ : gstv

US Drops 5000-Pound Bomb on Iran : મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ વધુ ભયાનક બન્યું છે. અમેરિકાએ ઈરાનના દરિયાકાંઠાના મિસાઈલ ઠેકાણાઓ પર 5000 પાઉન્ડના બોમ્બ વર્ષાવીને તેમને તબાહ કરી દીધા છે. બીજી તરફ, સાથી દેશોના અસહકારથી નારાજ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો (NATO) માંથી બહાર નીકળવાની પણ ચીમકી આપી છે.

App Store

ઈરાની મિસાઈલ ઠેકાણાઓ પર અમેરિકાનો 'બંકર બસ્ટર' પ્રહાર

અમેરિકન સેનાએ હોર્મુઝની ખાડી નજીક ઈરાની તટરેખા પર આવેલા મજબૂત મિસાઈલ બેઝ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનમાં 5000 પાઉન્ડ (આશરે 2267 કિલોગ્રામ) ના અત્યંત શક્તિશાળી બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ઊંડે સુધી જઈને તબાહી મચાવવાની ક્ષમતા ધરાવે છે. આ ઠેકાણાઓ પર રહેલી એન્ટિ-શિપ ક્રૂઝ મિસાઈલો આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માટે મોટું જોખમ હતી, જેને અમેરિકાએ સફળતાપૂર્વક ખતમ કરી દીધી છે.

સાથી દેશોની બેરૂખીથી ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ

હોર્મુઝ જળડમરુમધ્યને સુરક્ષિત રાખવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો (NATO) અને અન્ય સાથી દેશો પાસે મદદ માંગી હતી, પરંતુ તમામ મુખ્ય દેશોએ આ યુદ્ધમાં જોડાવાનો ઇનકાર કરી દીધો છે. ટ્રમ્પે આ અંગે ભારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ દુનિયાની ભલાઈ માટે આ યુદ્ધ લડી રહ્યા છે, પરંતુ કોઈ દેશ તેમને સાથ આપવા તૈયાર નથી. તેમણે સાથી દેશો પર 'અહેસાન ફરામોશ' હોવાનો આરોપ લગાવતા કહ્યું કે, યુક્રેન યુદ્ધમાં આ દેશોએ અમેરિકા પાસેથી અબજો ડોલરની મદદ લીધી હતી, પણ આજે જ્યારે અમેરિકા અને ઈઝરાયલને જરૂર છે ત્યારે તેઓ પાછળ હટી રહ્યા છે.

યુરોપિયન યુનિયન અને નાટોએ અમેરિકાથી અંતર જાળવ્યું

વિશ્વના અંદાજે 20% ક્રૂડ ઓઈલનો પુરવઠો આ દરિયાઈ માર્ગેથી પસાર થાય છે, તેમ છતાં જાપાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને ચીન જેવા દેશોએ અમેરિકાના આ મિશનમાં જોડાવાની ના પાડી દીધી છે. યુરોપિયન યુનિયનની વિદેશ નીતિના વડા કાજા કલાસે ટ્રમ્પની માંગણીઓને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું કે, "આ યુરોપનું યુદ્ધ નથી. અમે આ જંગ શરૂ કર્યો નથી અને આ માટે અમારી કોઈ સલાહ પણ લેવામાં આવી નથી." નાટોએ પણ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે કે તેઓ એક રક્ષણાત્મક ગઠબંધન છે, આક્રમક નહીં, તેથી તેઓ અમેરિકાના આ યુદ્ધમાં સામેલ થશે નહીં.

નાટો છોડવાની ટ્રમ્પની ચીમકી અને કાયદાકીય અડચણ

સાથી દેશોના વલણને કારણે ગુસ્સે થયેલા ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ અમેરિકાને નાટો (NATO) માંથી બહાર કાઢવા પર વિચાર કરી શકે છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, આ નિર્ણય માટે તેમને સંસદ (Congress) ની મંજૂરીની જરૂર નથી. જોકે, કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પ માટે આટલો મોટો નિર્ણય લેવો સરળ નથી, કારણ કે 2023માં પસાર થયેલા અમેરિકી કાયદા મુજબ નાટો છોડવા માટે સંસદની મંજૂરી લેવી અનિવાર્ય છે. હાલમાં આ યુદ્ધ ત્રીજા સપ્તાહમાં પ્રવેશ્યું છે અને વૈશ્વિક અર્થતંત્ર પર તેની ગંભીર અસરો દેખાઈ રહી છે.