Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : India's persuasion could lead to a ceasefire between the US and Iran: Alexander Stubb

ભારતની સમજાવટથી અમેરિકા-ઈરાન વચ્ચે થઈ શકે છે યુદ્ધવિરામ: એલેક્ઝાન્ડર સ્ટબ

Timeછેલ્લું અપડેટ : 17 Mar 2026
લાઇવ ટીવીGoogle News
ભારતની સમજાવટથી અમેરિકા-ઈરાન વચ્ચે થઈ શકે છે યુદ્ધવિરામ: એલેક્ઝાન્ડર સ્ટબ
સોર્સ : GSTV

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે 18 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે આ યુદ્ધને શાંત પાડવા માટે ફિનલેન્ડના રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબે ભારતનો ઉલ્લેખ કરીને મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘ભારતની સમજાવટથી અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થઈ શકે છે. ભારત અમેરિકા-ઈરાન યુદ્ધમાં દખલગીરી કરી શકે છે. મેં વિદેશ મંત્રી એસ.જયશંકરને વાતચીત અને યુદ્ધવિરામની અપીલ કરતા જોયા છે. યુદ્ધના કારણે વિશ્વમાં ઊર્જા સંકટ વધી ગયું છે. ક્રૂડ ઓઈલની કિંમતો આસામાને પહોંચી ગઈ છે.’

App Store

ફિનલેન્ડના રાષ્ટ્રપ્રમુખે કર્યા જયશંકરના વખાણ

ફિનલેન્ડના રાષ્ટ્રપ્રમુખે અગ્રણી મીડિયા જૂથને આપેલા ઈન્ટરવ્યૂહમાં કહ્યું કે, ‘મે જોયું છે કે, યુદ્ધનો માહોલ શાંત થાય અને સ્થિતિ સ્થિર થાય તે માટે એસ. જયશંકરે વાતચીતનો રસ્તો અપનાવવા અને યુદ્ધવિરામ કરવાની અપીલ કરી છે.’ સ્ટબે સ્વિકાર્યું કે, અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના ત્રિકોણીય સંઘર્ષથી અનેક ચીન-વસ્તુઓ કેટલી બધી પડકારજનક બની ગઈ છે. તેમણે અપીલ કરી છે કે, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ જે કહ્યું છે, તેના પર NATO દેશો ધ્યાન આપે. હોર્મુઝ મામલે જે દેશો મદદ કરવા ઈચ્છે છે, તેઓ મદદ કરે.’

ટ્રમ્પે રવિવારે ભારપૂર્વક કહ્યું હતું કે, હોર્મુઝ જળમાર્ગેથી અડચણ વગર ક્રૂડ ઓઈલ અને ગેસનો સપ્લાય થાય તે માટે નાટો અને એશિયામાં અમેરિકાના સાથી દેશોએ મદદ કરવી જોઈએ.

હોર્મુઝની સુરક્ષા માટે ભારત અમેરિકાને મદદ કરશે?

ફિનલેન્ડના રાષ્ટ્રપ્રમુખ સ્ટમ્બ (Finland President Alexander Stubb) પહેલા એવા વ્યક્તિ છે, જેમણે સૂચન આપ્યું છે કે, ભારતની દખલગીરીથી અમેરિકા-ઈરાનનો સંઘર્ષ શાંત થઈ શકે છે. આ પહેલા અમેરિકાના ઊર્જા સચિવ ક્રિસ રાઈટે સંકેત આપ્યો હતો કે, અમેરિકા દ્વારા હોર્મુઝને સુરક્ષિત રાખવામાં ભારત મદદ કરી શકે છે. વિશ્વભર માટે હોર્મુઝ જળમાર્ગ ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે આ માર્ગ વિશ્વની સૌથી મોટી સપ્લાય ચેન છે. ટ્રમ્પ ઈચ્છે છે કે, આ જળમાર્ગ સામાન્ય રીતે શરૂ થઈ જાય તે માટે અમેરિકાના સાથી દેશો મદદ કરવા માટે જહાજ મોકલે.

અમેરિકાના ઊર્જા સચિવે ભારતનો ઉલ્લેખ કર્યો

જ્યારે અમેરિકાના ઊર્જા સચિવને પૂછવામાં આવ્યું કે, ‘શું તમે હોર્મુઝ જળમાર્ગને સુરક્ષિત કરવામાં મદદ કરી શકે તે દેશોના નામ બતાવી શકો છો? તો તેમણે કોઈ ઓપચારિક જાહેરાત કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જોકે તેમણે જવાબમાં ભારતનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, ‘આખી દુનિયા હોર્મુઝ જળમાર્ગની સપ્લાય ચેન પર નિર્ભર છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે, જાપાન, કોરિયા, ચીન, થાઈલેન્ડ, ભારત સહિતના એશિયાઈ દેશો પોતાની કુલ ઊર્જા સપ્લાયનો મોટાભાગનો હિસ્સો હોર્મુઝમાંથી જ મેળવે છે.'