Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Supreme Court's historic verdict for women adopting children

'12 અઠવાડિયાની મળશે મેટરનિટી લીવ', બાળક દત્તક લેનારી મહિલાઓ માટે સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદો

Timeછેલ્લું અપડેટ : 17 Mar 2026
લાઇવ ટીવીGoogle News
'12 અઠવાડિયાની મળશે મેટરનિટી લીવ', બાળક દત્તક લેનારી મહિલાઓ માટે સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદો
સોર્સ : GSTV

સુપ્રીમ કોર્ટે મહિલાઓના હિતમાં એક ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણય લેતા સ્પષ્ટ કર્યું છે કે, દત્તક લીધેલા બાળકની માતાને પણ જન્મ આપનારી માતાની જેમ જ 'મેટરનિટી લીવ' મેળવવાનો પૂરો હક છે. અદાલતના આદેશ મુજબ, બાળકની ઉંમર 3 મહિનાથી વધુ હોવાના આધારે કોઈ પણ મહિલાને મેટરનિટી લીવ આપવાથી વંચિત રાખી શકાય નહીં. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે માતૃત્વની સુરક્ષા એ પાયાનો માનવાધિકાર છે અને પરિવાર નિર્માણ માટે દત્તક લેવા જેવી નોન-બાયોલોજીકલ પદ્ધતિઓ પણ કુદરતી પદ્ધતિ જેટલી જ કાયદેસર અને સન્માનજનક છે.

App Store

જસ્ટિસ પારડીવાલાની બેન્ચનો ઐતિહાસિક ચુકાદો

આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે સોશિયલ સિક્યુરિટી કોડ, 2020ની કલમ 60(4)ને ગેરબંધારણીય ઠેરવી છે. આ કલમ મુજબ, અત્યાર સુધી માત્ર એ જ મહિલાઓને મેટરનિટી લીવ મળતી હતી જેઓ 3 મહિનાથી ઓછી ઉંમરના બાળકને દત્તક લેતી હતી. કોર્ટે આ જોગવાઈને સમાનતાના અધિકાર(અનુચ્છેદ 14) અને જીવવાના અધિકાર (અનુચ્છેદ 21)નું ઉલ્લંઘન ગણાવ્યું છે. અદાલતે કહ્યું કે દત્તક લીધેલું બાળક બાયોલોજીકલ બાળકથી અલગ નથી અને માતા તેમજ બાળક વચ્ચેના સંબંધો કેળવવા માટે રજા મળવી અનિવાર્ય છે.

કેન્દ્ર સરકારને હવે 'પેટર્નિટી લીવ' પર વિચાર કરવા સૂચન 

આ મામલો કર્ણાટકના વકીલ હમસાનંદિની નંદુરીની અરજી બાદ સામે આવ્યો હતો. તેમણે જ્યારે સાડા ચાર વર્ષની બાળકી અને બે વર્ષના બાળકને દત્તક લીધા, ત્યારે તેમના એમ્પ્લોયર દ્વારા રજા આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો કારણ કે બાળકોની ઉંમર 3 મહિનાથી વધુ હતી. આ ભેદભાવ સામે લડતા સુપ્રીમ કોર્ટે હવે દેશભરની કામકાજી દત્તક માતાઓ માટે ન્યાયના દ્વાર ખોલ્યા છે. આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને 'પિતૃત્વ રજા'(Paternity Leave) માટે પણ યોગ્ય નીતિ ઘડવા અંગે વિચાર કરવા સૂચન કર્યું છે, જેથી પિતા પણ બાળકની સંભાળમાં યોગ્ય યોગદાન આપી શકે.